બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

₹200થી પણ ઓછી કિંમતના ડેટા અને કોલિંગ પ્લાન વિશે જાણો

ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને 28 દિવસની વેલિડિટીવાળા અનેક પ્લાન ઓફર કરે છે. એમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS મળે છે. અહીં એરટેલ, જિયો અને VIની 28 દિવસની વેલિડિટીના પ્રીપેડ પ્લાન વિશે જણાવવામાં આવ્યું છે, જે 200 રૂપિયાથી ઓછી કિંમતના છે.

➡️ JIO

129 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટા સાથે જિયો ટુ જિયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ સાથે જ જિયોથી નોન-જિયો નંબર પર કોલ કરવા માટે 1,000 મિનિટ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 300 SMS અને પ્રીમિયમ એપ્લિકેશન્સનું સબસ્ક્રિપ્શન મળે છે

199 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને જિયો ટુ જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1,000 નોન-જિયો મિનિટ આપશે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા અને 100 SMS મળશે. આ સિવાય તમે આ પ્લાનમાં Jioની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો

➡️ AIRTEL

149 રૂપિયાનો પ્લાન


આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 28 દિવસ માટે 2GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં 300 SMS પણ અવેલેબલ છે.


179 રૂપિયાનો પ્લાન


આ પ્લાનમાં બીમા ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તરફથી 2 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યોરન્સ મળી રહ્યો છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા અને 300 SMS મળશે.


➡️ VI પ્લાન

149 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 28 દિવસ માટે 3GBનો ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ મળે