બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્લાસ્ટિક પ્રદૂષણે હદ વટાવી : શિશુના ગર્ભનાળમાંથી પણ માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું.

ભૂ્ણ પેદા કરતા કોરિયોએમ્નિયોટિક ફરતે પણ માઇક્રોપ્લાસ્ટિકની હાજરી. પૃથ્વીનો એક પણ ખૂણો પ્લાસ્ટિક મુકત ન હોવાથી લોકો પ્લાસ્ટિક પ્રદૂષણ સામે ઝઝુમી રહયા છે. ૧૯૫૦ થી લઇને અત્યાર સુધી ૮૩૦ કરોડ ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થયુ છે. 

હજુ પણ પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વપરાશ સતત વધતો જાય છે પરંતુ નવાઇની વાત તો એ છે કે પ્રથમવાર વૈજ્ઞાાનિકોને ગર્ભમાં રહેલા શિશુના ગર્ભનાળ (પ્લેસેંટા) માંથી પણ માઇક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે. ખાસ કરીને ભૂ્ણનું રક્ષણ કરતા આવરણ ફરતે પણ માઇક્રોપ્લાસ્ટિક જોવા હતું. 

સંશોધકોનું કહેવું છે કે જેને હજુ જન્મ પણ લીધો નથી એવા શિશુની નાળ સુધી પ્લાસ્ટિક જવુંએ ખરેખર ચિંતાનો વિષય છે. આ અંગેનું સંશોધન રોમની ફેટબનફ્રાટલી હોસ્પિટલ અને પોલેટેકિનકા ડેલ માર્શ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.

માતાના ગર્ભમાં ગર્ભનાળ દ્વારા ઓકસીજન અને ભોજન મળે છે એટલું જ નહી અવશિષ્ટ પદાર્થ બહાર નિકળે છે. અગાઉ માતાના શ્વાસ દ્વારા ગર્ભમાં રહેલા શિશુની અંદર બ્લેક કાર્બનના કણ જવાના પુરાવા મળ્યા હતા પરંતુ ગર્ભનાળમાં માઇક્રો પ્લાસ્ટિક હોવાનું પ્રથમ વાર જાણવા મળ્યું છે. 

આ શોધમાં ૧૮ થી ૪૦ વર્ષની ૬ સ્વસ્થ મહિલાઓના પ્લેસેંટા (ગર્ભનાળ)નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૪ માં માઇક્રો પ્લાસ્ટિક (પીએમ)ના કણ જોવા મળ્યા હતા. આ એટલા નાના હોય છે કે સરળતાથી લોહીમાં ભળી જાય છે. પ્લેસેંટા ઉપરાંત ૩ મહિલાઓમાં જયાં ભૂ્ણનો વિકાસ થાય છે તે કોરિયોએમ્નિયોટિક( સુક્ષ્મ આવરણ) માં પણ પ્લાસ્ટિક કણ જોવા મળ્યા હતા. 

આ પ્લાસ્ટિક કણ માતાના શ્વાસ અને મોં દ્વારા ભૂ્ણ સુધી પહોંચ્યા હતા. સૂક્ષ્મ પ્લાસ્ટિકના ૧૨ ટુકડામાંથી ૩ની ઓળખ પોલીપ્રોપાઇલીન તરીકે કરવામાં આવી જે પ્લાસ્ટિકની બોટલો બનાવવામાં ઉપયોગ થાય છે જયારે ૯ ટુકડા એવા હતા જેનો ઉપયોગ ક્રિમ, મેકઅપ જેવી કોસ્મેટિકસ પ્રોડકટ્સમાં થતો હતો. આ ઉપરાંત એર ફ્રેશનર અને ટૂથપેસ્ટના પણ પીએમ કણ હોઇ શકે છે.

જયારે પ્લાસ્ટિકના ટુકડા નાના નાના કણમાં વહેંચાઇ જાય છે ત્યારે માઇક્રો પ્લાસ્ટિક બને છે. ૧ માઇક્રોમીટરથી માંડીને ૫ મિલીમીટરના ટુકડાઓને માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે.  આ કણ એટલા નાના હોય છે કે તે નરી આંખે જોઇ શકાતા નથી. પ્રાપ્ત માહિતી મુજબ વૈજ્ઞાાનિકોએ માત્ર શિશુના ગર્ભનાળનો માત્ર ૪ ટકા જેટલો જ અભ્યાસ કર્યો હતો જો સમગ્ર સ્ટડી થયો હોતતો માઇક્રો પ્લાસ્ટિકનું પ્રમાણ વધારે જોવા મળ્યું હોત એમ માનવામાં આવે છે. 

એક ડઝન જેટલા માઇક્રો પ્લાસ્ટિક મળી આવ્યું જે વાદળી, લાલ,નારંગી અને ગુલાબી રંગનું હતું. આ માઇક્રો પ્લાસ્ટિક શિશુના શરીરમાં પણ હોવા જોઇએ પરંતુ તેની તપાસ થઇ શકી ન હતી. માઇક્રો પ્લાસ્ટિકની શિશુના આરોગ્ય પર શું અસર પડે છે તે જાણવાનું બાકી છે પરંતુ માઇક્રો પ્લાસ્ટિક પ્લેડિયમ, ક્રોમિયમ, કેડમિયમ જેવા ઝેરી રસાયણોનું વાહક બની શકે છે જે ભૂ્ણની ઇમ્યૂન સિસ્ટમને નુકસાન કરે છે.

 જો કે રાહતની વાત એ છે કે ચાર મહિલાઓના સ્ટડીમાં માઇક્રો પ્લાસ્ટિકની હાજરી હતી છતાં નોર્મલ બાળકનો જ્ન્મ થયો હતો અને માતાનું પણ આરોગ્ય સારુ રહયું હતું. આ અંગે જર્નલ એનવાર્યમેન્ટ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત સંશોધન લેખમાં ખુલાસો કરવામાં આવ્યો છે.