બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

"પી. એમ કેયર ફન્ડ ટ્રાન્સપરન્ટ છે." રવિશંકર પ્રસાદ

કોંગ્રેસ દ્વારા વારંવાર થતા આરોપોને જુઠ્ઠા જણાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, "પીએમ કેર ફન્ડ કોવિડ-૧૯ જેવી આકસ્મિક પરિસ્થિતિઓ માટે બનાવેલ ટ્રસ્ટ છે. જેના પ્રમુખ ભારત દેશના વડાપ્રધાન છે."
કોંગ્રેસને ઉલ્ટા હાથે લેતા શ્રી રવિશંકર પ્રસાદે ઉમેર્યું હતું કે, "આ ટ્રસ્ટ કોંગ્રેસે બનાવેલા ટ્રસ્ટ ની જેમ કોઈ પોલિટિકલ પાર્ટી ના તાબામાં નથી."

 
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પીએમ કેર્સમાં થયેલા ૩૧૦૦ કરોડના દાનમાંથી ૨૦૦૦ કરોડ વેન્ટિલેટર્સ ખરીદવા, ૧૦૦૦ કરોડ માઈગ્રન્ટ્સ માટે અને ૧૦૦ કરોડ કોરોના ની રસી શોધવા માટે એલોકેટ કર્યા છે.