જુઓ આજે 69 મી મન કી બાત માં શું કહ્યું પ્રધાનમંત્રી મોદી એ...
પ્રધાનમંત્રી મોદી એ મન કી બાત માં શેનો કર્યો ઉલ્લેખ: નવા ખેડૂત બિલથી ખેડૂતોને ફાયદો થશે, જ્યાં સારા ભાવ મળશે ત્યાં ફળ-શાકભાજી વેચી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 69મી વખત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં છે. આ દરમિયાન કોરોના સંકટ દરમિયાન સાવચેતી રાખવા, બાળકોનું ધ્યાન રાખવા અને ખેડૂત બિલ પર તેમનું ધ્યાન હતું. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ખેડૂત બિલથી ખેડૂતોને જ ફાયદો થશે. જ્યાં સારા ભાવ મળશે ત્યાં પોતાનો પાક અને ફળ વેચી શકશે.
કોરોનાના પગલે બે ગજનું અંતર જરૂર રાખવું બની ગયું છે. જોકે તે પરિવારના લોકોને જોડવા અને નજીક લાવવાનું પણ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા પરિવારોને મુશ્કેલીઓ આવી રહી છે. પરિવારના વૃદ્ધોએ બાળકોને વાર્તાઓ કહીને સમય વિતાવ્યો, જોકે દેશમાં આ પરંપરા ખતમ થઈ રહી છે.
વડાપ્રધાને કહ્યું ‘પરિવારમાં દર સપ્તાહે વાર્તાઓ કહેવા માટે સમય કાઢો. જેના માટે કરુણા, વીરતા, પ્રેમ જેવા વિષય પણ નક્કી કરો. હું દરેક સ્ટોરી ટેલરને કહેવા માગું છું કે અમે આપણે 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીથી માંડી અત્યાર સુધીની ઘટનાઓને કહાનીઓમાં વર્ણવી શકો છો શું?
મોદી એ જલિયાંવાલા હત્યાકાંડ ને પણ યાદ કર્યો:
1919માં જલિયાંવાલા હત્યાકાંડ પછી એક બાળક ત્યાં ગયો હતો. બાળક ચોંકી ગયો હતો કે કોઈ કેવી રીતે આવું કરી શકે?તેને અંગ્રેજી સામ્રાજ્યને ઉખાડી ફેંકવાની કસમ ખાધી. તે બાળક મહાન શહીદ ભગત સિંહ હતા. આવતીકાલે 28 સપ્ટેમ્બરે તેમની જયંતી છે. ભગતસિંહ અને તેમના સાથીઓએ જે કામોને અંજામ આપ્યો, તેમની આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન છે.
ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ જેવા ઘણા ક્રાંતિકારીઓનો એક જ હેતું હતો, ભારતને આઝાદ કરાવવાનો.આપણે ભલે ભગત સિંહ ન બની શકીએ, પણ તેમના રસ્તે ચાલવાનો તો પ્રયાસ કરી જ શકીએ છીએ. ચાર વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં ભારતે POKમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આપણા જવાનોએ જીવની ચિંતા કર્યા વગર અદભૂત સાહસિકતાનો પરિચય આપ્યો હતો.