બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

યુનાઈટેડ નેશનમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન, જાણો શુ કહ્યું પી.એમ મોદીએ ...

PM મોદીએ પૂછ્યું-છેવટે ભારતને UNના 'ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર'થી કેટલા સમય સુધી બહાર રાખવામાં આવશે; કોરોના મહામારીની ગંભીર સ્થિતિ વચ્ચે UN ક્યાં છે?

  • મહામારી બાદ અમે આત્મ-નિર્ભર ભારતના દ્રષ્ટિકોણથી આગળ વધી રહ્યા છીએ
  • PM મોદીએ કહ્યું- આજે ભારતની મહિલાઓ વિશ્વના સૌથી વિશાળ સુક્ષ્મ ધિરાણ સ્કીમોનો સૌથી વધારે લાભ મેળવી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 75મી બેઠકને ઓનલાઈન સંબોધન કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા વર્ચુઅલ રીતે યોજાઈ રહી છે. PM મોદીએ મહાસભામાં કોરોના વાઈરસની સ્થિતિ અંગે વિચારો રજૂ કર્યા છે.


લાઈવ અપડેટ્સઃ

  • પ્રગતિ તરફની યાત્રામાં ભારત વિશ્વ પાસેથી શિખવા ઈચ્છે છે અને પોતાના અનુભવોને પણ વિશ્વ સમક્ષ શેર કરવા માંગે છે.
  • ​​​દેશના 400 મિલિયનથી વધારે લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા તે સરળ વાત ન હતી, પણ ભારતે આ બાબત કરી બતાવી છે.600 મિલિયન લોકોને જાહેરમાં શૌચ કરવાથી મુક્ત કરવા તે સરળ ન હતું, પણ ભારતે તે ફક્ત 4-5 વર્ષમાં કરી બતાવ્યું.
  • ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે મોટાપાયે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે ભારતની મહિલાઓ વિશ્વના સૌથી વિશાળ સુક્ષ્મ ધિરાણ સ્કીમોનો સૌથી વધારે લાભ મેળવી રહી છે. ભારત કેટલાક દેશો પૈકી એક દેશ કે જ્યાં મહિલાઓને પેઈડ મેટરન્નિટી લીવના 26 સપ્તાહ આપવામાં આવે છે.
  • ભારતમાં આવશ્યક કાયદાકીય સુધારા મારફતે ટ્રાન્સજેન્ડર્સને લગતા અધિકારો આપવામાં આવ્યા છે.
  • સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયામાં ફેરફાર, વ્યવસ્થાઓમાં પરિવર્તન, સ્વરૂપમાં પરિવર્તન, આજના સમયની યોગ્ય માંગ છે
  • PM મોદીએ કહ્યું કે છેલ્લા 8-9 મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી સંઘર્ષ કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટેના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોન્સ ક્યાં છે?
  • PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વિશ્વ વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. આજે ગંભીર આત્મમંથન કરવાની જરૂર છે.
  • કોરોના મહામારી બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં અમે આત્મ-નિર્ભર ભારતના દ્રષ્ટિકોણથી આગળ વધી રહ્યા છીએ.
  • PM Modi ભારતે આશરે 15 દેશોમાં તેના બહાદૂર સૈનિકો શાંતિ સ્થાપવાની કામગીરી માટે મોકલ્યા. ભારતે શાંતિની આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા છે. UNમાં ભારતની ભૂમિકા વિસ્તરે તે માટે દરેક ભારતીય એક આશા રાખે છે. ભારતનું યોગદાન જોવા માંગે છે