બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

PM મોદીએ ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાને કર્યો ફોન, નેતાએ ઓળખ્યા નહીં ને પછી થઈ જોવા જેવી..

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે PM મોદી પણ સતત લોકોની ચિંતા નજર કરતા જોવા મળી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને ગુજરાતની.થોડા સમય અગાઉ જ PM મોદીએ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય રત્નબાપાને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આજે PM મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા નારાયણભાઈ પટેલને ફોન કર્યો હતો અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. નારાયણભાઈ પહેલા તો નરેન્દ્ર મોદીનો અવાજ ઓળખી ન શક્યા અને પૂછ્યું કે આપ કોણ બોલો છો ત્યારે PM મોદીએ કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી બોલું છું. અને ત્યારબાદ નારાયણકાકા તેમને ઓળખી ગયા હતા, ત્યારે હળવા અંદાજમાં PM મોદીએ કહ્યું હતું કે કાકા આવું કરવાનું? નારાયણ કાકાએ લોકડાઉનના વખાણ પણ કર્યા હતા. અને કેન્દ્ર સરકારની કામગીરીને વખાણી હતી.

ઉલ્લેખનીય છે કે PM મોદી હંમેશા પાર્ટીના નાનાથી લઈને મોટા તમામ કાર્યકરોને યાદ કરતા હોય છે અને ફ્રી સમયગાળામાં તેમને ફોન કરી ખબર અંતર પૂછતાં જોવા મળતા હોય છે.