બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

PM મોદીએ કોરોના સામે રાષ્ટ્રવ્યાપી જાગરૂકતા અભિયાનની કરી શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કોવિડ-19 સંદર્ભે યોગ્ય વ્યવહાર માટે એક રાષ્ટ્રવ્યાપી જાગરૂકતા અભિયાનની ટ્વીટના માધ્ચમથી શરૂઆત કરી છે. આ અભિયાનમાં કોરોના માહામારી સામેની લડાઇમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયુ છે.


આ અભિયાનમાં માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું તેમજ હાથની સ્વચ્છતા જેવા મહત્વના સૂચનનો આપવામાં આવશે. આવનારા તહેવારો, શિયાળાની ઋતુમાં ખાસ શું તકેદારી રાખવી તેને લઈને જાગૃતિ લાવવા આ અભિયાનમાં કામ કરાશે. અનલોકમાં ધીરે ધીરે બધું જ ખુલ્લી રહ્યું છે ત્યારે આ અભિયાન લોકોની જાગરૂકતા વધારવા માટે શરૂ કરાયું છે.


આ અભિયાન અંતર્ગત સાર્વજનિક સ્થળો મેટ્રો, ઓટો રીક્ષા અને અન્ય સાર્વજનિક સ્થળો પર પોસ્ટર બેનર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા જાગરુક્તા અભિયાન પણ ચલાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જ્યાં સુધી વેકિસન નથી શોધાતી ત્યાં સુધી માસ્ક અને સામાજિક અંતર જ કોરોના સામે લડવાનું હથિયાર છે. પ્રધાનમંત્રીએ તેમના ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે કે, સામાજિક અંતર જાળવો, માસ્ક વ્યવસ્થિત પહેરો અને હાથ વારંવાર સાફ કરીને કોરોનાને હરાવો.