બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભાજપના 40 માં સ્થાપના દિવસે PM મોદીનો વિડીયો સંદેશ, વડાપ્રધાને કાર્યકર્તાઓને પાઠવી શુભેચ્છા...

આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો 40 મો સ્થાપના દિવસ છે. ભાજપના 40 માં સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ વિડીયો સંદેશ દ્વારા ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાને કોરોના સામેની લડાઈમાં સમગ્ર દેશવાસીઓને એક થવા માટે જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ કરવામાં આવી હતી જેને આજે 40 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિડીયો સંદેશ આપી શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ વડાપ્રધાને  જનસંઘથી લઈને પાર્ટીના સંસ્થાપક અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, ભેરોસિંહ શેખાવત ઉપરાંત જેનો પાર્ટીની સ્થાપનામાં ફાળો રહેલો છે તે તમામ લોકોને યાદ કર્યા હતા.

આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો સતત કાર્ય કરી રહ્યા છે.ઉપરાંત તેમને કહ્યું હતું કે ભાજપને માટે હંમેશા રાષ્ટ્ર પહેલા રહેલું છે. તથા તેમને જણાવ્યું હતું કે, કોરોના સામે દેશવાસીઓનો પ્રયાસ અભૂતપૂર્વ છે, કોરોના સામેની લડાઈમાં ભારતની ઉમદા કામગીરી છે. આવા સમયે પ્રતિબદ્ધ થઈને સૌ દેશવાસીઓએ કામ કરવું જોઈએ.

આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ભારતની કામગીરીના WHO એ પણ વખાણ કર્યા છે. ભારત દ્વારા યોગ્ય સમયે જંગ શરુ કરવામાં આવી છે. કોરોનાનું રૂપ અને રંગ કોઈ જંતુ નથી. કોરોના સામેની લડાઈ ખુબજ લાંબી છે "ન ઝૂકના હૈ ન હારના હૈ". આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ભારતની ઉમદા કામગીરી છે. લોકડાઉનમાં જનતાની ગંભીરતા સરાહનીય છે.

આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આરોગ્ય સેતુ એપ ને કાર્યકર્તાઓ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે. તથા તેમને જણાવ્યું હતું કે, ગરીબો માટે અવિરત સેવાયજ્ઞ ચાલુ રાખો. આ એક લાંબી લડાઈ છે. વિદેશથી ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. આ સમયે તમામ ભારતીયોએ એક સાથે આવવું જોઈએ. ભાજપના તમામ કાર્યકર્તાઓને વડાપ્રધાને પાંચ આગ્રહ કર્યા હતા. તથા તેમને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી રાહત કોર્સ ફંડમાં હજી પણ વધારેમાં વધારે લોકો દાન આપે તેવી અપીલ કરી હતી.