પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના આત્મનિર્ભરતા અભિયાનની શરૂઆત કરી, કહ્યું- યોગીએ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી
કોરોના મહામારીના વધતા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મહત્વાકાંક્ષી અભિયાન યુપી આત્મનિર્ભર અભિયાનની શરૂઆત કરી છે. કોરોના મહામારીને કારણે રાજ્યના કરોડો કામદારો દેશના જુદા જુદા ભાગોથી તેમના ઘરે પાછા ફર્યા છે. હવે યુપીની યોગી સરકાર રાજ્યમાં કામદારોને તેમના ઘરે જ રોજગાર આપવાનું કામ કરી રહે છે . યુપી સરકારની આ પહેલને વધુ વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યોગી સરકારના આત્મનિર્ભર યુપી રોજગાર અભિયાનની શરૂઆત કરી . યોગી સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ પ્રદેસના લગભગ 1.25 કરોડ મજૂરોને રોજગાર મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આપણે આપણા જીવનમાં ઉતાર-ચડાવ જોયા છે, સામાજિક જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આટલું મોટુ સંકટ આખા વિશ્વ પર એક સાથે આવશે, આવા સંકટ જેમાં લોકો ઇચ્છે તો પણ મદદ કરવામાં અસમર્થ છે.
लॉकडाउन के दौरान, गरीबों को भोजन की दिक्कत न हो, इसके लिए जिस तरह योगी सरकार ने काम किया है, वो भी अभूतपूर्व है।
— PMO India (@PMOIndia) June 26, 2020
प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत यूपी ने बहुत तेज़ी से गरीबों और गांव लौटे श्रमिक साथियों तक मुफ्त राशन पहुंचाया: PM @narendramodi
પીએમ મોદીએ કહ્યું કે આપડાને ખબર નથી કે આ રોગમાંથી ક્યારે મુક્તિ મળશે, તેની એકમાત્ર દવા બે ગજ દૂર રેહવું એજ છે. આ દરમિયાન અમારી સરકારે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કર્યું છે, આ અંતર્ગત યુપી આત્મનિર્ભર અભિયાનની ચાલી રહ્યું છે. પીએમએ કહ્યું કે યોગીજીએ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી છે, લોકોને તેનો મોટો ફાયદો થશે.