બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

PM મોદીએ આત્મનિર્ભર, સ્વાવલંબન સાથે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી, નવા નિયમો સાથે લોકડાઉન 4.0 હશે...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીના સંબોધન પર સૌ કોઇની નજર હતી કે આગામી સમયમાં કોરોના સામ લડવા માટે તેઓ ક્યાં પ્રકારનો પ્લાન દેશ સમક્ષ મૂકશે. શું અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા માટે લોકડાઉનમાં ઢીલ આપવાનું એલાન કરશે. ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારને જ્યારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે રાજ્યો પાસે આ અંગે ફિડબૈક માંગી હતી.

PM મોદીએ ચોથી વખત કોરોના સંકટ વચ્ચે રાષ્ટ્રને સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે સરકાર તેના માટે 20 લાખ કરોડનું મહાપેકેજ લાવી રહી છે. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારામન બુધવારથી થોડા દિવસો માટે પગલા-દર-પગલામાં દેશની સમક્ષ પેકેજની વિસ્તૃત વિગત ધરાવે છે. વડાપ્રધાને કહ્યું કે 20 કરોડનું આ સ્વનિર્ભર ભારત અભિયાન પેકેજ દેશના કુલ જીડીપીના 10% જેટલું છે.



પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સામે ભારતનું મૂળભૂચ ચિંતન, આશાની કિરમ નજર આવે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાત કરે છે જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત જ્યારે આત્મનિર્ભરની વાત કરે છે તો આત્મકેન્દ્રીત વ્યવસ્થાની ભલામણ પણ કરે છે. ભારતની આત્મનિર્ભરતામાં સંસાર, સુખ, સહયોગ અને શાંતિની ચિંતા થાય છે.

પીએમ મોદીના સંબોધનમાં તેમની મહત્વની જાહેરાત કરી હતી, ભારતની જીડીપીના 10 ટકા આર્થિક પેકેજની જાહેરાત પીએમ મોદીએ કરી હતી. પીએમ મોદીએ દેશ માટે 20 લાખ કરોડ રૂપિયાના કુલ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ જાહેરાતથી દેશની ઇકોનોમીને બુસ્ટર મળશે. દુનિયાના તમામ દેશ પીએમ મોદીની આ જાહેરાતથી દંગ રહી શકે છે. આ સાથે જ પીએમ મોદીએ લોકડાઉન-4ની પણ વાત કરી અને સાથે જ આ લોકડાઉન-4ની આગામી જાણકારી 18 મેં પહેલા આપી દેવામાં આવશે.