બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: હાથણી માતાના જોખમી ધોધમાં સહેલાણીઓના નાહવાના આનંદ પ્રમોદમાં કોરોના જાણે ભૂલાઈ ગયો.!!!

ગોધરા, રાજ્યનાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.પંચમહાલ જીલ્લાના દક્ષિણમાં આવેલા ઘોંઘબા અને જાંબુઘોડા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે.આ વિસ્તારમાં પ્રાકૃતિક વિરાસત ભરપુર હોવાથી અહી ચોમાસા જીવંત બને છે.અહીના જંગલ વિસ્તારમાં આવેલા ધોધ અને ઝરણા જાણે જીવંત થઈ ઉઠ્યા છે.અને ખળખળ વહીને મધૂર સંગીત સંભળાવી રહ્યા છે.ઘોંઘબા તાલુકામાં હાથણી માતાનો ધોધ આવેલો છે.ચોમાસામા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાથણીમાતાનો ધોધ પડવાનો શરૂ થઇ ગયોછે. 


 હાથણીમાતાના ધોધમા નાહવાનો આનંદ લેવા વડોદરા,આણંદ, નડીયાદ,ખેડા સહિતના આસપાસના પડોશી જીલ્લાઓમાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.અને ધોધમા નાહવાનો આનંદ લે છે.હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે.ધોધ ચાલુ થઈ જતા અહી સહેલાણીઓનો મેળાવડો જામતો જોવા મળી રહ્યો છે. અને કોરોનાનુ સક્રમણ અને સોશિયલ ડીસટન્સ પણ ભુલાઇ ગયુ હોય તેમ પ્રતિત થતુ હતુ.હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે  જવાબદાર તંત્રએ પણ અહીથી પરિસ્થીતીનો તાગ મેળવી મનોમંથન કરવાની જરૂર છે.