બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: મોરવા હડફ તાલુકાના કસનપુર ગામમા રસ્તાની સમસ્યાથી ગ્રામજનો પરેશાન

મોરવા હડફ, પંચમહાલ: 


જીલ્લાના મોરવા હડફ તાલુકાના કસનપુર ગામમા આવેલા શિકારી ફળિયામાં રસ્તાની   બિસ્માર હાલતને કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે ગ્રામજનો દ્વારા સ્થાનિકથી ઉપરી તંત્ર સૂધી લેખિત રજુઆતો પછી પણ પરિણામ જોવા મળ્યુ નથી તેવો આક્ષેપ લગાવી રહ્યા છે. હાલ ચોમાસામાં વરસાદને કારણે કાદવ કિચડનુ સામ્રાજ્ય જામે છે. તેના કારણ રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. 


પંચમહાલ જીલ્લામાં  મોરવા હડફ તાલુકાના કસનપુર ગામમાં રસ્તાની સમસ્યાથી ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે.ગામમા આવેલા શિકારી ફળિયામાં કાચો રસ્તો હોવાને કારણે અહીના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ગ્રામજનોનૂ કહેવૂ છે કે કસનપુર શાળાથી સ્મશાન સુધી જવાનો રસ્તો જેની લંબાઈ અંદાજીત ૩ કિમી છે.બારિયા ફળિયાનો કબીર મંદિરથી મોજરી ગામ તરફ જતો રસ્તો આવેલા છે.આ રસ્તા વર્ષોથી ખરાબ હાલતમાં છે. તે રસ્તો દર ચોમાંસામાં ધોવાઈ જાય છે. આ રસ્તાની આસપાસ બે શિકારી ફળીયા અને ટેકરા ફળિયા એમ  રહેણાક વસાહત આવેલી છે.આ રસ્તાની પરિસ્થિતી એવી છે કે ખેતીકામ માટે ટેક્ટર સહીતના વાહનો બીજાના ખેતરમાંથી લઈ જવા પડે છે.રસ્તાની હાલત ખરાબ છે.રસ્તાનામાં ખાબોચિયા પડી ગયા છે.કઈ કામકાજ હોઈ તો બીજા રસ્તા ઉપરથી અવરજવર કરવી પડે છે.


વધુમાં ગ્રામજનોનુ કહેવુ છે કે અહી કોઈ બિમાર હોય અને મહીલાને પ્રસૃતિમાટે લઈ જવી હોય તો તેના માટે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી.કોઈ ભારે વાહન પસાર થાય તો તો ફસાઈજાય છે. બાઈક લઈને આ રસ્તા ઉપર પસાર થવુ મુશ્કેલ બની રહ્યુ છે.આ બાબતે સાંસદ ને પણ ગામના જાગૃત નાગરિકો દ્વારા રજુઆત કરવામા આવી છે.