બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: ખેડુતોની જીવાદોરી સમાન પાનમડેમની સપાટીમા ૧૦ સે.મી નો વધારો

પંચમહાલ,

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જીલ્લાના તાલુકાઓમાં પણ નોધપાત્ર વરસાદ નોધાયો છે.પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમની સપાટીમાં પણ વરસાદ જોવા મળ્યો છે.ઉપરવાસ તેમજ જીલ્લામા વરસાદી માહોલને લઈને હાલમા ડેમની સપાટીમા વધારો જોવા મળી રહ્યો છે.વરસાદ ખેચાતા પાણીની સપાટીમા ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારે શ્રાવણમાં વરસાદનો માહોલ જામતા પાનમડેમના પાણીની આવકમા વધારો જોવા મળ્યો છે.જે ખેડૂતો માટે પણ ખૂશીની વાત છે.પાનમવિભાગના સુત્રો તરફથી મળતી જાણકારી અનુસાર. હાલમા પાનમડેમનુ લેવલ ૧૨૦.૫૦ ફુટ પહોચ્યુ છે.અમે ૧૦.સેમી પાણીની સપાટીમા વધારો નોધાયો છે.જ્યારે ડેમની ભયજનક સપાટી  રૂલ લેવલ ૧૨૭.૧૭ ફૂટ છે.પાનમડેમ શહેરા તાલુકાના છેવાડે કોઠા ગામ પાસે પાનમનદી પર  આવેલો છે.હાલમાં આ યોજનાથી  શહેરાતાલુકાના પશ્વિમ વિસ્તાર,મહિસાગર ના લુણાવાડા તાલૂકાના ગ્રામીણ વિસ્તાર,ગોધરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા સિંચાઇનુ પાણી આપવામા આવે છે.