બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા: અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ શ્રી ગોવિંદગૂરૂ યૂનિ.ના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યુ...

ગોધરામાં આવેલી શ્રી ગોવિંદગૂરૂ યૂનિ ખાતે અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આજે રજીસ્ટ્રારને આવેદન પત્ર આપીને રજુઆત કરવામા આવી હતી.જેમા અનુસ્નાતકકક્ષાના વિદ્યાર્થીઓની ફી માફ કરવા તેમજ મેરીટ બેઇઝ પ્રમોશન આપવા માટે લેખિત રજુઆતમા જણાવ્યુ હતુ.


પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે પાંચ જીલ્લાઓના કોલેજોનો સમાવેશ કરતી  શ્રી ગોવિંદગુરૂ યૂનિ આવેલી છે. હાલમા કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.શિક્ષણકાર્ય પણ હવે ઓનલાઈન ચાલી રહ્યુ છે. હિન્દુ યુવા વાહિની સંઘ અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા યૂનિ.ના રજીસ્ટ્રાર અનિલ સોલંકીને લેખિત આવેદનપત્ર આપીને રજુઆત કરવામા આવી હતી. જેમા જણાવામા આવ્યુ હતુ કે ગુજરાત યુનિર્વસીટીમા અભ્યાસ કરતા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રમોશન આપી દેવાની શરુઆત કરી દેવામા આવી છે. ત્યારે ગોવિંદગૂરૂ યૂનિના એમ.એ,એમ.એ.સી,એમ.કોમ (સેમ-2) ના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રમોશનનો લાભ આપવામા આવે.


વધુમા આવેદનમાં જણાવામા આવ્યુ હતુ કે આ યુનિમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાથી આવે છે. ત્યારે તેમની ફી માફ કરવામા આવે અથવા તો ફી ઓછી કરવામા આવે તેવી રજુઆત આવેદનપત્રમા કરવામા આવી હતી.