બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર કરવા રાજકીય પક્ષને છૂટ પણ નવરાત્રિ માટે નહીં

કોરોના મહામારીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ન યોજવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી એ વાત નક્કી માનવામાં આવી રહી છે કે ગુજરાતના સૌથી મોટો ધાર્મિક મહોત્સવ નવરાત્રી આ વર્ષે નહીં યોજાય, પરંતુ બીજી તરફ આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેથી ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ નહીં યોજાય, પણ 8 બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવાની છૂટ આપવામાં આવી છે.

  • 17થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં નવરાત્રી
  • 19 ઓક્ટોબરથી રાજકીય પક્ષોનો ચૂંટણીપ્રચાર શરૂ થશે

રાજકીય પક્ષોને પ્રચાર માટે છૂટ
ગુજરાતમાં 8 બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે, જેની સામે જનતામાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે, કેમ કે 17 ઓક્ટોબરથી આવી રહેલા નવ દિવસના નવરાત્રી મહોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા ચાલી રહી છે, તો બીજી બાજુ ચૂંટણીપંચે નવરાત્રીમાં જ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર કરી શકે એ મુજબની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટેના ઉમેદવારીપત્ર 16 ઓક્ટોબર સુધી ભરવામાં આવશે, જયારે મતદાન 3 નવેમ્બરના રોજ યોજાશે. એ જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે.

વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નહીં યોજાય
આખરે સ્પષ્ટ થઈ ગયું કે ચાલુ વર્ષે ગુજરાતમાં ગરબા નહીં થાય. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાને કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવને રદ કરાયો છે. અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે ચાલુ વર્ષે 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીને કારણે અમારી સરકારે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.