એનર્જી અને પાવર બંને અલગ અલગ વસ્તુઓ છે...જાણો કેવી રીતે...
પાવર : કોઈ પણ ઇલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક વસ્તુ ને જેટલી શક્તિ જોઈએ છે ચાલવા માટે તેને પાવર કહેવાય..
- તે જે તે વસ્તુ ઉપર લખેલું જ હોય છે.
- તેનો એકમ Watt (W) હોય છે
- અને તે વૉલ્ટેજ અને કરંટ ના ગુણાકાર થી બને છે.
માટે,
પાવર (P) = વોલ્ટેજ(V) * કરંટ(I)
એનર્જી : કોએ પણ વસ્તુ એ જેટલા સમય માટે વપરાઈ હોય તો તે સમય અને જે તે વસ્તુ નો પાવર નો ગુણાકાર એટલે એનર્જી..
માટે છેલ્લે,
એનર્જી = પાવર(W) * કલાક(Hr)
- એનર્જી નો એકમ WHr છે
- અહી આપણે મોટા એકમ ની વાત હસે એટલે 1000 WHr = 1kWHr લઇસુ.
- 1kWHr = 1 યુનિટ
હવે એક ઉદાહરણ લઈએ જેથી વધારે સમજ પડે
આપણાં ઘરમાં જો 80W નો પંખો છે જે એક દિવસ માં 10 કલાક ચાલે છે. તો તેની મહિના ની વપરાતી એનર્જી ગણો ?
એક દિવસ ની એનર્જી = 80 W * 10 Hr = 800 WHr
એક મહિના ની એનર્જી = 800 WHr * 30 દિવસ = 24000 WHr = 24kWHr
એટલે કે 24 યુનિટ એનર્જી....
મિત્રો મારી પોસ્ટ પસંદ આવી હોય તો મને જરૂર થી ફોલો કરજો...