બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન, દેશવાસીઓને કરી આ અપીલ

ભારતના 75 માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દેશવાસીઓને સંબોધન કરતા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ ભારત તરફ ચમત્કારની આશા રાખીને બેઠેલું છે જેમાં ઘણી વિવિધતાઓ હોવા છતાં ત્યાં હજી પણ સૌથી મોટી લોકશાહી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, સંસદ દેશની લોહશાહીનું મંદિર છે જે લોકોની સુખાકારી માટે ચર્ચા અને નિર્ણયો લેવાનું સૌથી મોટું મંચ રહેલું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સંસદને તેના નિર્ધારીત સમય કરતા બે દિવસ પહેલા જ મુલતવી રાખવામાં આવી હતી. ચોમાસુ સત્ર દરમિયાન બનેલી કેટલીક અયોગ્ય ઘટનાઓના કારણે સંસદને બે દિવસ પહેલા જ મુલતવી રાખવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાં રહેનાર તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસ આપણા તમામ લોકો માટે અત્યંત આનંદ અને ઉલ્લાસનો દિવસ રહેલ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ ઘણો ખાસ છે કેમ કે આપણે આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ.
તેની સાથે ઘણી પેઢીઓના જાણીતા અને અજાણ્યા સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષથી આપણને આઝાદીનું સપનું સાકાર થયું હતું. આ તમામ લોકોએ ત્યાગ અને બલિદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. હું તે તમામ અમર સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, તેમ તેમણે કહ્યું હતું.

જયારે અન્ય ઘણા દેશોની જેમ આપણો દેશ પણ વિદેશી શાસનના અન્યાય અને અત્યાચારોનો ભોગ બન્યો હતો. તેમ છતાં મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આધારીત ચળવળ ચલાવીને દેશને આઝાદ કરાવ્યો હતો. તેમણે અને અન્ય રાષ્ટ્રીય નેતાઓએ આપણને દેશને સ્વતંત્રતા અપાવવાની સાથે તેને ફરીથી ઊભો કરવાની અમૂલ્ય બ્લુપ્રિન્ટ પણ આપી હતી. તેની સાથે રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ સમાપ્ત થયેલા ટોક્યો ઓલિમ્પિક્સને લઈને વાત કરતા જણાવ્યું હતું કે, આપણા ખેલાડીઓેએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. તેની સાથે હું પ્રત્યેક માતા-પિતાને આગ્રહ કરી રહ્યો છું કે, તેઓ પ્રતિભાશાળી પુત્રીઓના પરિવારોથી પ્રેરણા લે અને પોતાની પુત્રીઓને આગળ વધવાની તકને પૂરી પાડે.