પ્રધાનમંત્રી મોદી 31મી મે ના રોજ મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 31મી મે ના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે.
આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો પાસેથી સૂચનો માગ્યા છે. નાગરીકો ફોન નંબર 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરીને અથવા નમો એપ અથવા માય ગોવ પર લખીને તેમના વિચારો અને સૂચનો મોકલી શકશે.