પંચમહાલ: મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ પાસે ખાનગી બસ પલટી.બે મૂસાફરોના મોત.
ગોધરા, પંચમહાલ જીલ્લાના મોરવાહડફ તાલુકાના નાટાપુર ગામ પાસે આજે એક ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાતા અક્સ્માત થવા પામ્યો હતો.જેમા બે મહીલાઓના મોત તથા પાંચ જેટલા અન્ય મુસાફરોને ઈજા પહોચી હતી. જીલ્લામાં આજનો શનિવાર ગોજારો સાબિત થયો હતો.મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ પાસે આજે અક્સ્માત થયો હતો. જેમાસંતરામપુર તરફથી ગોધરા તરફ આવતી એકખાનગી ટ્રાવેલ્સ પલટી હતી.
બસના ચાલકે વંળાક પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ રોડની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી જવા પામી હતી.બનાવના પગલે આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા. અને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.આ બનાવમાં બે મહીલાઓના મોત થયા હોવાની જાણકારી મળી છે. ત્યારે અન્ય પાંચ જેટલા મુસાફરોને ઈજા થતા ગોધરા ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યાછે. બનાવને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોચીને જરુરી કાર્યવાહી હાથ ધરવા પામી હતી.બનાવને લઈને ઈજાગ્રસ્તોના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બીજી બનાવમાં ગોધરા પાસે આવેલા કેવડીયા ગામ પાસે લીમખેડા તરફ જતી એક કારમાં એકાઆક આગ લાગી હતી. જોતજોતામા આગની જવાળાઓ ઉઠવા પામી હતી,કારચાલકે સમયસુચકતાથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો.આમ આજે પંચમહાલ જીલ્લામાં શનિવાર ગોજારો સાબિત થયો હતો.