This browser does not support the video element.
બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નિક સાથે કર્યો એવો ડાન્સ,વીડિયો થયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ
બૉલીવુડ અભીનેત્રી પ્રિયંકા ચોપડા કંઈક એવું કરે છે કે જેનાથી તે ચર્ચામાં રહે છે. હમણાં પણ પ્રિયંકાએ કંઈક એવું જ કર્યું છે.પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયોમાં નિક જોનાસ અને પ્રિયંકાએ બૉલીવુડ સોંગ "આંખ મારે" પર ડાન્સ કરતો વીડિઓ જોવા મળ્યો છે.
આ વીડિયોને નિક જોનાસે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.આ વીડિયો ડાન્સ પાર્ટીનો છે.જેમાં પ્રિયંકા સાથે નિક જોનાસ રણવીર સિંહના સોંગ ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા.આ વીડિયો માં નિક જોનાસનો ડાન્સ જોઈને પ્રિયંકા હસ્તી જોવા મળી રહી છે.
ઈટલીનાં મિલાનથી શેક કરેલા આ વીડિયોની સાથે કેપ્શનમાં નિક જોનાસે લખ્યુ કે , “મારી હંમેશાની વેલેન્ટાઈનની સાથે શો પહેલાં ડાંસ પાર્ટી” નિકે પોતાની આ પોસ્ટમાં પ્રિયંકા ચોપડાને ટૅગ પર કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકોએ જોયો છે.