બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મે મહિનામાં pubg ની કમાણીનો આંકડો જાણીને રહી જશો દંગ 😱

એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે મે મહિના માં આવક ની દ્રષ્ટિઍ pubg મોબાઈલ ગેમ વિશ્વભરમાં ટોચની મોબાઈલ ગેમ રહી છે. એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ રમત ના યુઝર્સ દ્વારા 226 મિલિયન ડોલર એટલે કે આશરે 1.7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરનારી ગેમ બની છે.


રિપોર્ટ અનુસાર આમાની મોટાભાગ ની આવક ચીનથી થઈ છે. આ આવક એપ સ્ટોર અને ગુગલ પ્લેસ્ટોર થી 1 મે થી 31 મે ની વચ્ચે વૈશ્વિક સ્તરે ગણવામાં આવી છે. આનું કારણ કાંઇ ખાસ નહીં પરંતુ વિશ્વવ્યાપી લોકડાઉન ને લીધે લોકો ઘર ની અંદર જ રહેવા મજબુર હતા અને એમનો સમય મોબાઈલ ગેમ્સ જેવી પ્રવૃત્તિઓ રમવામાં ખર્ચી રહ્યા છે. જ્યારે ભારતમાં પણ લુડૉ કિંગ જેવી ગેમ્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.


એક અહેવાલ અનુસાર pubg મોબાઈલે મે મહિના માં 226 મિલિયન ડોલરની કમાણી કરી છે. જે મે 2019 ની સરખામણી ઍ 41 ટકાનો ઉછાળો છે. જે 226 મિલિયન ડોલરમાંથી 53 ટકા ચીન, 10.2 ટકા USA અને 5.5 ટકા સાઉદી અરેબિયાથી આવ્યા છે.આ ગેમ ડાઉનલોડ અને રમવા માટે ઍકદમ મફત છે પરંતુ એની અંદર ખરીદવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જેમ કે પ્રિમિયમ સ્કીન, આઉટફિટ, રોયલપાસ વગેરે....