બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવને અનલોક કર્યા છે: રાહુલ ગાંધી, સરકારને લીધી આડેહાથ...

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ અને ભારત-ચીન વચ્ચે તણાવને લઈને મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું છે.



રાહુલે બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ ડીઝલના ભાવને અનલોક કરી દીધા છે. તેમણે ટ્વીટની સાથે એક ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલી વૃદ્ધિ અને દિલ્હીમાં કોવિડ-19ના કેસના આંકડા દર્શાવ્યા છે.



ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાતો ડીઝલના ભાવ પેટ્રોલ કરતા પણ વધી ચુક્યા છે જેને લઈને રાહુલગાંધીએ ટ્વીટ કરી સરકારને આડેહાથ લીધી છે.