બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત માંથે મંડરાય રહ્યું છે અતિવૃષ્ટિનું જોખમ, જાણીલો આવી છે આગાહી...

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 121 ટકા કરતા પણ વધુ વરસાદ જ્યારે નોંધવામાં આવી ચૂક્યો છે, ત્યારે ફરી વરસાદનાં મેગા રાઉન્ડ જેવી પાંચ-સાત દિવસની આગાહી આપવામાં આવતા ખેડૂતોનાં જીવ તાળવે બંધાઇ ગયા છે, જ્યારે તંત્ર પણ સાબદુ થયુ છે.


ગુજરાત માટે ફરી આગામી 5 થી 7દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતભરમાં આગામી પાંચ-સાત દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદનો વરતારો નોંધવામાં આવશે. જો કે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ આપાવમાં આવી છે. 


આગામી 12 અને 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફરી એક વખત 13 સપ્ટેમ્બરનાં રોજ લો-પ્રેશર સક્રિય થશે અને આગામી 16 થી 18 સપ્ટેમ્બરનાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રનાં તટવર્તી વિસ્તારોમાં પણ વરસાદનું સારુ જોર જોવામાં આવશે.