બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આગામી 5 દિવસ રાજ્યમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી...

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે, તો બીજી તરફ 16 ઓગસ્ટના બનાસકાંઠા, પાટણ,મહેસાણા, મોરબી,દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 17 ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે.જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા,સુરત,નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. 18 ઓગસ્ટના કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે..

19 ઓગસ્ટના કચ્છ,મોરબી,દ્વારકા,જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.અન્ય જિલ્લામાં પણ વરસાદ રહશે.જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે.

આમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે, આ સાથે જ હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.