બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

2020 નું ચોમાસું કેવું રહેશે? અત્યારથી થઇ મોટી આગાહી, 7-8 મીએ હવામાનમાં પલટો...

આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપથી ગરમી વધી શકે તેમ છે. તારીખ 4-5-6 માં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 41 ડીગ્રી સેલ્સિયન્સને પાર કરી શકે તેમ છે.

જુનાગઢ, સુરત, ભુજના ભાગોમાં પણ ગરમી રહી શકે છે. તારીખ 7-8 માં હવામાનમાં પલટો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ ફરીથી તારીખ 13 થી 15 માં હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ તારીખ 17 સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમી ભાગોમાં કમોસમી વરસાદ કે કર પડવાની આગાહી કરવામાં આવી છે. 20 એપ્રિલ બાદ દરિયામાં પણ હવાના દબાણો ઉભા થઇ શકે તેમ છે.

2020ના ચોમાસા અંગે જોતા આ વખતે સમુદ્રના પ્રવાહો તટસ્થ રહેવાની ધારણા છે, જેના લીધે ગઈ સાલના ચોમાસા કરતા આ વખતના ચોમાસાનું સ્વરૂપ બદલાઈ શકે છે.

ગયા વર્ષે 145 ટકા વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસાનું સ્વરૂપ જોતા વરસાદ માપસરનો પડી શકે છે, કારણકે બંગાળના ઉપસાગર અને અરબી સાગરનું ગરમીનું પ્રમાણ જળવાઈ રહે.

ચૈત્ર માસ શરુ થઇ ગયો હોવા છતાં પણ હજુ ગરમીની શરૂઆત થઇ નથી. રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે બેવડી ઋતુ થતી હોવાથી રોગચાળાનું વાતાવરણ સર્જાયું છે.