રાજસ્થાનના અનામતની અસર આટલા રાજ્યોને થઈ, જાણો
રાજસ્થાનના ડુંગરપુરમાં ચાલી રહેલા પ્રદર્શનના પડઘાની સીધી અસર ગુજરાત ને પડી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે રાજસ્થાનના ડુંગરપુરમાં દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઇવે જામ કર્યો હતો. આ હાઇવે પર વાહનોની સતત અવાર જવર ચાલુ રહેતી હોય છે.
આ સમગ્ર ઘટનામાં પોલીસ પર પથ્થરમારો કરાયો, SSP, DSP સહિત 11 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની ભરતીમાં બિન અનામત જગ્યાને અનામતમાં ફેરવવાની માંગને લઈને બીજા દિવસે પણ પ્રદર્શન યથાવત રહ્યું હતું. દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો. ગાડીઓ અને પેટ્રોપ પંપમાં આગ લગાવી, CCTV કેમેરા તોડી નાખ્યા. સિસોદમાં મોતલીમોડ વચ્ચે પાંચ કિમીના વિસ્તાર પર 24 કલાકથી દેખાવકારોએ કબજો કર્યો છે. ટોળાએ એક ટ્રક ઉપર કબજો કરી લીધો છે અને તેમા બેસીને પોલીસ પર હુમલો કર્યો. વાતચીત કરવા ગયેલા પ્રતિનિધિ મંડળે પણ પરત આવવું પડ્યું.