રાજકોટ ખાતે કોરોના વાયરસના ઈલાજ માટે ગાય આધારિત આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે
જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની દવા શોધવા માટે સંશોધન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ રાજકોટ ખાતે કોરોના વાયરસના ઈલાજ માટે આગામી બે ત્રણ દિવસ દરમ્યાન ગાય આધારિત આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે.
આ અંગે વધુ માહિતી આપતા કામધેનુ યુનિવર્સિટીના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાત ઉપરાંત દેશના 10 અન્ય વિસ્તારોમાં પણ આ અંગે વધુ સંશોધન હાથ ધરાશે.