બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજકોટ સહકારી ક્ષેત્રમાં રાદડિયા જૂથનો એક્કો જળવાઈ રહ્યો, જાણો કઈ રીતે જયેશ રાદડિયાની ટીમના 17 સદસ્ય બિનહરીફ થયા...

રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક લી. ની ૧૭ બેઠકોની આગામી તા. ૨૬મીએ ચૂંટણી યોજાનાર છે. જેમાં રાદડિયા પેનલે તમામ ૧૭ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની ઉમેદવારી કરાવી છે. સામે બે જ બેઠકો ઉપર અન્ય ઉમેદવારો ઉભા છે. તે બન્ને ઉમેદવારોને મનાવી લઈને રાદડિયા જૂથે પોતાનો દબદબો જારી રાખ્યો છે.અને અંતે તમામ ૧૭ બેઠક બિનહરીફ જાહેર થઈ છેતો રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં વધુ એક વખત રાદડિયા પરિવારે સીટો જાળવી રાખી છે... ઉલ્લેખનીય છે કે વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં વિઠ્ઠલ રાદડિયાનું જૂથ ચૂંટાઈ આવે છે આ વખતે પણ વિઠ્ઠલભાઇની વિદાય બાદ પુત્ર જયેશ રાદડિયાએ હુકમનો એક્કો પોતાની પાસે રાખી તમામ બેઠકો બિન હરીફ જીતી લીધી છે.ચૂંટણી પહેલા પણ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જીત નિશ્ચિત છે અને પરિણામ પણ એજ આવ્યું હતું તમામ બેઠકો પર જયેશ રાદડિયાની ટીમના 17 સદસ્યો બિનહરીફ થયા હતા.


મહત્વનું છે કે રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક લી.ની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જેમાં આજે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. અને રાદડિયા પેનલના ઉમેદવારોએ તમામ બેઠકો ઉપર ગઈકાલે ફોર્મ ભર્યા હતા. તેની સામે માત્ર બે જ બેઠકોમાં અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જેમાં ખેતી વિષયક અને વિવિધ કાર્યકારી સહકારી મંડળ- રાજકોટ તાલુકા બેઠક ઉપર ખેંચતાણ બાદ અંતે રાદડિયા પેનલના શૈલેષભાઇ ગઢિયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેની સામે નારાજ થયેલા વીજયભાઈ સખીયાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આ ઉમેદવારને મનાવવામાં રાદડિયા જૂથ સફળ થયું અને આ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા રાજી થઈ ગયા છે.


આ ઉપરાંત બિનખેતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓ- રાજકોટ શહેરની બેઠકમાં રાદડિયા પેનલના અરવિંદભાઈ તાળા સામે ડો.યગ્નેશ જોશીએ ઉમેદવારી નોંધાવી હતી.જો કે ડો. યગ્નેશ જોશી ચૂંટણી લડવા માટે મક્કમ હોવાનું જણાતું હતું. પરંતુ ળતી માહિતી મુજબ રાદડિયા જૂથે તેઓને રાજકોટ લોધિકા સંઘમાં સમાવી લેવાની ખાતરી આપતા અંતે તેઓ પણ ફોર્મ પરત ખેંચવા માની ગયા હોવાનું જાણવા મળ્યું છે. આમ રાજકોટ જિલ્લા બેંકની તમામ ૧૭ બેઠકો બિનહરીફ થઈ છે.


જો કે હજુ ઓફિશિયલ રાદડિયા જૂથ સામે બે બેઠકોમાં ઉમેદવારો નોંધાયેલા છે. પરંતુ ફોર્મ પરત ખેંચવાના સમયમાં આ બંન્ને ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેવાના છે. આમ રાદડિયા જૂથનો રાજકોટ જિલ્લા બેંક ઉપરનો દબદબો યથાવત રહ્યો છે. અને ચૂંટણી યોજાઈ તેવા કોઈ સંજોગો જણાતા નથી. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં બે ઉમેદવારો સામે પડ્યા હતા. પરંતુ રાદડિયા જૂથે પોતાનો એક્કો જાળવી રાખ્યો અને આગવી ઢબે પોતાનો રસ્તો ચોખ્ખો કરવા બન્ને ઉમેદવારોને મનાવી લીધા છે..