અમિત શાહનો કોરોના પોઝિટિવ આવતા રાજનાથ સિંહ સહિતના ઘણા નેતાઓ જલ્દીથી સ્વસ્થ થાય તેવી કરી પ્રાર્થના
અમિત શાહે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેવી ટ્વિટ કરી જેને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી કે અમિતજી દરેક ચુનોતી માટે એક ઉદાહરણ છે.તેઓ કોરોના વાયરસના આ એક મોટા પડકાર સામે ચોક્કસપણે જીત મેળવશે અને હું માનું છું. આપ જલ્દીથી સ્વસ્થ્ય થાવ એ જ મારી ઈશ્વરથી પ્રાથના છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી જણાવ્યુ કે અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેઓ જલ્દી થી સાજા થાય એવી ભગવાન ને પ્રાર્થના