બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે મેદાનમાં આવી ભાજપ, કોંગ્રેસને આપી ચીમકી...

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં  ગેરહાજર હોવાર્થી પાર્ટીએ સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી હટાવતાં મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના આ નિર્ણય બાદ ભાજપની પ્રતિક્રિયા આવી છે. રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતીષ પૂનીયાએ કહ્યું હતું કે 'લોકો આ સરકારથી નારાજ અને નિરાશ છે અને વિશ્વની કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં. અમારી પ્રાથમિકતા એ છે કે આ સરકારનું પતન થાય. અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને પછીથી અમારી રણનીતિ નક્કી કરીશું.



નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પરથી હટાવ્યા બાદ પાયલોટે ટ્વિટ કર્યું હતું કે સત્યને હેરાન કરી શકાય છે અને પરાજિત કરી શકાતા નથી. તેમની જગ્યાએ ગોવિંદસિંહ ડોટાસરાને અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પૂરી થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળ્યા.