મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું, રાજ્યસભાની ચૂંટણીને લઈને જોડ તોડની રાજનીતિ શરૂ...
સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે જ્યારે બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગઈ કાલે જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યા બાદ આજે મોરબી પંથકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે.
રાજ્યસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાની પરંપરા જોવા મળી રહી છે જેમાં અગાઉ બે ધારાસભ્યના રાજીનામાં બાદ હવે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે.
મોરબી-માળીયા પંથકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી રહી છે અગાઉ બે ધારાસભ્યો તૂટ્યા બાદ હવે સૌરાષ્ટ્રના મોરબીના ધારાસભ્યએ પાર્ટીના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે હજી સુધી આ અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોઈ માહિતી આપવામાં આવેલ નથી કે બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.