રક્ષાબંધનના દિવસે ભૂકંપના આટલા આંચકા નોંધાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા...
ભૂકંપ
રક્ષાબંધનના દિવસે ભરૂચમાં ભૂંકપ આવ્યો. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.રિક્ટર સ્કેલ પર ભૂંકપની તીવ્રતા 3.3 નોધાઇ. ભરૂચથી 7 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ. બરોબર સાંજના 5.19 વાગ્યે ભરૂચની ધરા ધ્રુજી.ભૂંકપનો ખ્યાલ આવતાજ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. રાજ્યમાં અન્ય સ્થળો પર પણ આજે ભૂંકપના આંચકા આવ્યા છે જાણો રક્ષાબંધનના પર્વે ગુજરાતની ધરા કેટલી વખત ધ્રુજી.
રક્ષાબંધનના દિવસે ભૂંકપના નોધાયેલા આંચકા.
1 - રાત્રે 12.06 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 1.1 ની તીવ્રતા, ભચાઉથી 12 કિમી દૂર કેન્દ્રબિંદુ.
2 - રાત્રે 1.01 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા, કચ્છના ફતેહગઢથી 15 કિમી દૂર કેન્દ્રબિંદુ.
3 - સવારે 7.39 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા, ખાવડાથી 35 કિમી દૂર કેન્દ્રબિંદુ.
4 -બપોરે 12.56 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 1.3 ની તીવ્રતા, ધરોઇથી 11 કિમી દૂર કેન્દ્રબિંદુ.
5 - બપોરે 1.19 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 1.7 ની તીવ્રતા, રાજકોટથી 26 કિમી દૂર કેન્દ્રબિંદુ.
6 - સાંજે 5.19 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતા, ભરૂચથી 7 કિમી દૂર કેન્દ્રબિંદુ.
7 - સાંજે 5.38 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 1.6 ની તીવ્રતા, ખાવડાથી 25 કિમી દૂર કેન્દ્રબિંદુ.
8 - સાંજે 6.41 વાગ્યે, રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા, ભચાઉથી 7 કિમી દૂર કેન્દ્રબિંદુ.