બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન વિરુદ્ધ થયેલી અરજીનું આલાહાબાદ હાઇકોર્ટે શુ કર્યું, જાણો...

અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન માટનો રસ્તો સાફ થઈ ગયો છે. અલાહબાદ હાઈકોર્ટે રામ મંદિર ભૂમિ પૂજન વિરુદ્ધ કરેલી અરજીને ફગાવી દીધી છે. 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવાનું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પત્રકાર અને સોશિયલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, રામ મંદિર ભૂમિ પૂજન કોવિડ 19ના અનલોક-2 ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે.

શુક્રવારે હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે અરજી પર સુનાવણી બાદ તેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું કે, અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ માત્ર કલ્પનાના આધારે છે અને જે આશંકાઈ વ્યક્ત કરવામાં આવી છે. તે આધારહીન છે. તેની સાથે જ હાઈકોર્ટે મંદિર નિર્માણ ટ્રસ્ટ અને યૂપી સરકારને ભૂમિ પૂજન કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

અરજીમાં દલીલ આપી હતી કે, અયોધ્યમાં ભૂમિ પૂજન દરમિયાન ત્રણસો લોકો ભેગા થશે, જે કોવિડના નિયમો વિરુદ્ધ હશે. આ કાર્યક્રમથી કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, યૂપી સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહીં. આ અરજીમાં રામ મંદિર ટ્રસ્ટની સાથે કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.