રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા 28 વર્ષથી ઉપવાસ કરી રહ્યા છે, જાણો કોણ છે આ મહિલા?
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થતાં જ કેટલા ભક્તોની પૂર્તિ થશે. પણ જબલપુરમાં રહેતા રામભક્ત ઉર્મિલાબહેનની તપસ્યા એક અલગ જ પ્રકારની છે. 81 વર્ષીય ઉર્મિલાબહેન 28 વર્ષથી ખોરાક નથી ખાતા. ઉર્મિલાબહેનના ઉપવાસ રામ મંદિરના પાયા સાથે પૂર્ણ થશે.
અયોધ્યામાં રામ મંદિરની લાંબી રાહ જોયા બાદ મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા ઉર્મિલાબેન ચતુર્વેદી 28 વર્ષ બાદ તેમનો ઉપવાસ તોડશે. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ બુધવારે ૫ ઓગસ્ટ ના રોજ યોજાયો હતો.
અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યું ત્યારે 1992 માં ઉર્મિલાબેન ચતુર્વેદીએ ખાવાનું છોડી દીધું હતું. હિંસાથી નારાજ, જબલપુર નિવાસી ઉર્મિલાબેન ચતુર્વેદીએ સંકલ્પ લીધો હતો કે જ્યારે સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાયે ત્યારે સુધી તે ખોરાક નો ત્યાગ કરશે. ઉર્મિલાબેન તરીકે 6 ડિસેમ્બર 1992 થી ખાતા નથી ફક્ત દહીં. દૂધ અને ફળો પર ટકી રહિયા છે. તે પોતાનો મોટાભાગનો સમય પ્રાર્થના અને રામાયણના પાઠમાં વિતાવે છે.
અયોધ્યાની મુલાકાત બાદ ઉર્મિલાબેનએ ભગવાન રામ પાસેથી આશીર્વાદ લીધા પછી ફરીથી અન્ન લેવાનું શરૂ કરશે. ઉર્મિલાબેન ભૂમિપૂજન સમારોહ પછી અયોધ્યા જયીને અને સરયુ નદીમાં ડૂબકી માર્યા બાદ અન્ન ગ્રહણ કરીને ઉપવાસ તોડવાના છે. તેના પરિવારના સભ્યો પણ ઉર્મિલાબેન સાથે અયોધ્યા જશે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગયા મહિને ભોપાલમાં કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા,
તેમણે ટ્વિટ કર્યું હતું કે "ભગવાન રામ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી તે પછી ત્રેતા યુગની માતા શબરી હોય કે આજની માતા ઉર્મિલા... માતા, ધન્ય છે તમારા આદર! આખું ભારતવર્ષ (દેશ) તમને સલામ કરે છે! જય સિયારામ! "
અયોધ્યાના ભવ્ય રામ મંદિર માટે ભૂમિપૂજન સમારોહ માટે કુલ 175 લોકોને આમંત્રણ અપીયું હતું. દરેક આમંત્રિતને પ્રસાદ તરીકે રૂપેરી સિક્કો ભેટ આપવામાં આવેલ. મહેમાનોને લાડુનો બોક્સ અને ભગવાન રામનો ફોટો પણ આપવામાં આવેલ.
જો તમને અમારો અર્ટિકેલ પસંદ આવતા હોય તો અમારા અર્ટિકેલ ને LIKE કરો, તમારો દોસ્ત કે ફેમિલી જોડે Share કરો અને Comment કરીને અમને જણાવો તમને અમારો અર્ટિકેલ કેવો લાગીયો