બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રણવીર સિંહની જયેશભાઈ બોક્સ ઓફિસ પર 'જોરદાર' સાબિત ન થઈ, કમાણી જોઈ નિરાશ થયા નિર્માતા..


કોરોના રોગચાળામાં ઘટાડો થયા પછી દેશભરમાં સિનેમા હોલ ખુલી ગયા છે, પરંતુ એવું લાગે છે કે બોલીવુડ ફિલ્મોની કમાણીનાં રસ્તા હજુ પણ બંધ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાઉથની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી છે, પરંતુ જ્યારે કોઈ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી રહી છે ત્યારે તેને દર્શકોનો સારો પ્રત્યુતર નથી મળી રહ્યો. હવે આવું જ કંઈક આ અઠવાડિયે રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' સાથે થયું છે. પ્રથમ દિવસે ખૂબ જ ખરાબ શરૂઆત કરનારી આ ફિલ્મ બીજા દિવસે પણ દર્શકોની આશા પર ખરી ઉતરી નથી.


ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'જયેશભાઈ જોરદાર'ની બીજા દિવસની કમાણીના આંકડા જાહેર કર્યા છે, જે નિર્માતાઓ માટે નિરાશાજનક છે. ફિલ્મે શનિવારે બીજા દિવસે માત્ર 4 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પહેલા શુક્રવારે ફિલ્મે ઓપનિંગ ડે પર 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલે કે ફિલ્મે બે દિવસમાં 7.25 કરોડનો બિઝનેસ કર્યો છે. કમાણીની આ ધીમી ગતિથી એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ સપ્તાહના અંતે લગભગ 12 કરોડ રૂપિયા સુધી જ પહોંચી શકશે.



જયેશભાઈ જોરદાર દિવ્યાંગ ઠક્કરે દિગ્દર્શન કર્યું છે. નિર્દેશક તરીકે આ તેની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં, રણવીર સિંહ એક સામાન્ય ગુજરાતી વ્યક્તિનું પાત્ર ભજવે છે જે તેની આવનારી બાળકીનો જીવ બચાવવા માટે તેના રૂઢિચુસ્ત પરિવાર સાથે લડી રહ્યો છે. બોમન ઈરાની આ ફિલ્મમાં રણવીરના પિતાના રોલમાં જોવા મળ્યો છે. તેમાં રત્ના પાઠક શાહ પણ છે.

તાજેતરના સમયમાં, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની RRR અને KGF 2 જેવી ફિલ્મોએ હિન્દી પટ્ટામાં ધમાકેદાર કમાણી કરી છે. પરંતુ તે જ સમયે, જર્સી, હીરોપંતી 2 અને રનવે 34 જેવી બોલિવૂડ ફિલ્મો ખૂબ જ ખરાબ સાબિત થઈ. આ ફિલ્મોને પણ પહેલા દિવસે ખૂબ જ નબળી ઓપનિંગ મળી હતી.