બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રેપીડ એન્ટીબોડી ટેસ્ટના દર ઘટાડ્યા હવે થશે ખાનગી લેબમાં ટેસ્ટ

ગુજરાત સરકારે ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવાની મંજુરી આપી. રાજ્યની ખાનગી લેબોરેટરીમાં હવે બે પ્રકારના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરાવી શખાશે.જેમાં લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે.

રાજ્યની ખાનગી લેબોરેટરીને કોવિડ 19 માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. દર્દી લેબમાં જઈને ટેસ્ટ કરાવે તો 450 રૂપિયામાં ટેસ્ટ કરાવી શકશે અને જો કોઈ વ્યક્તિના સેમ્પલ કલેક્ટ કરવામાં આવે અને ટેસ્ટ કરવામાં આવશે તો 550 રૂપિયા ચાર્જ લેવાની સરકારે મંજૂરી આપી છે. CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે 500 રૂપિયા અને જો ઘરે બોલાવીને ટેસ્ટ કરાવવામાં આવે તો 600 રૂપિયા ચૂકવવાના રહેશે.

લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. જે તે લેબમાં એમ.ડી. પેથોલોજીસ્ટ અથવા એમ.ડી. માઈક્રોબાયોલોજીસ્ટ ઉપલબ્ધ હોવા જરૂરી છે. RTPCR ટેસ્ટની મંજૂરી મળેલી હોય તેવી લેબોરેટરીએ પણ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા પરવાનગી લેવાની રહેશે. લેબોરેટરીએ જે તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગત જિલ્લા/ કોર્પોરેશનને ફરજીયાત આપવાની રહેશે. લેબમાં ટેસ્ટ કરવા ICMR માન્યતાપ્રાપ્ત રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે.