બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાશીદ ખાને ઇંગ્લેન્ડમાં કર્યું શાનદાર પ્રદર્શન, આક્રમક ઇનિંગ રમી ટીમને અપાવી જીત

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તણાવ અને હિંસાની વચ્ચે દિગ્ગજ ક્રિકેટર રાશીદ ખાનનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેમને વાઈટેલીટી બ્લાસ્ટની મેચમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. રાશીદ ખાન વાઈટેલીટી બ્લાસ્ટમાં સસેક્સ ટીમના ભાગ છે અને આ મેચ યોર્કશાયરની સાથે હતી.

યોર્કશાયરે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. ટોમ કોહલેર કેડમોરે શાનદાર ઇનિંગ રમી હતી. તેમને ૪૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૫૫ રન બનાવ્યા હતા. તેના સિવાય ગૈરી બેલેન્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને ૩૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૫૫ રન બનવ્યા હતા. જોર્ડન થોમ્પસને ૮ બોલમાં ૧૬ રનની ઇનિંગ રમી હતી.

સસેક્સ તરફથી ટાયમલ મિલ્સે ૩૯ રન આપી ૩ વિકેટ લીધી અને રાશીદ ખાને ૨૫ રન આપી ૧ વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સસેક્સની શરૂઆત ઘણી શાનદાર રહી હતી. ફિલ સાલ્ટ અને કેપ્ટન લ્યુક રાઈટની ઓપનીંગ જોડીએ પ્રથમ વિકેટ માટે ૮.૩ ઓવરમાં ૭૨ રનની ભાગીદારી કરી હતી. ફિલ્મ સાલ્ટે ૨૫ બોલમાં ૨૭ રન બનાવ્યા અને લ્યુક રાઈટે ૩૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૫૪ રનની ઇનિંગ રમી હતી. 

ડીલરે રોલીન્સે ૨૦ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. તેમ છતાં સસેક્સે ૧૮ મી ઓવર સુધીમાં ૧૫૬ રન બનાવી ૫ વિકેટ ગુમાવી દીધી હતી. અંતમાં બે ઓવરમાં ટીમને જીત માટે ૨૨ રનની જરૂરીયાત હતી. ત્યાર બાદ રાશીદ ખાન ક્રીઝ પર આવ્યા અને તેમને સંપૂર્ણ મેચને પલટી દીધી હતી. રાશીદ ખાને માત્ર ૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ સિક્સરની મદદથી આક્રમક ૨૭ રનની અણનમ ઇનિંગ રમી ટીમને ૧૯.૪ ઓવરમાં જીત અપાવી દીધી હતી. યોર્કશાયર તરફથી જોર્ડન થોમ્પસને ૩ વિકેટ લીધી હતી. રાશીદ ખાન આગામી મહિનાથી આઈપીએલમાં રમતા જોવા મળશે અને પોતાનું આ શાનદાર પરફોર્મન્સ ત્યાં પણ જાળવી રાખવા માંગશે.