બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે સુપ્રીમ કોર્ટે શરતી મંજુરી આપી...

ઓરિસ્સા જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે સુપ્રીમ કોર્ટ શરતો સાથે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલ હતી.

જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. આ સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે રથયાત્રાની મંજૂરી આપવી જોઈએ. કોઈ પણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યુ નથી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

વધુમાં તુષાર મહેતાએ કહ્યુ કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિ સાથે સલાહ કરીને યાત્રાની પરવાનગી આપી શકાય છે. કેંદ્ર સરકાર પણ એ ઈચ્છે છે કે ઓછામાં ઓછા જરૂર પૂરતા લોકો દ્વારા યાત્રાની પરંપરા નિભાવવામાં આવી શકે છે.