બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સોનાની સામે હવે મેળવી શકશો વધુ લોન, જાણો આરબીઆઇનો નવો નિર્ણય...

ગોલ્ડ લોન

સોનુ ગીરવે મુકીને લોન લેનાર માટે આરબીઆઇ તરફથી એક સારા સમાચાર આવ્યા છે. બેંકો હવેથી 90 ટકા સુધી લોન મંજુર કરી શકશે.અત્યાર સુધી બેંકો ગોલ્ડ જ્વેલરી ઉપર તેની કિમંતના 75 ટકા સુધી લોન આપતી હતી જેમાં 15 ટકા જેટલો વધારો કર્યો છે. જોકે આ નવો નિર્ણય નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ (NBFC) ને લાગુ નહી પડે

 

કોરોના મહામારીમાં અનેક પરિવારની આર્થિક સ્થિતી નબળી પડી છે. આવા સમયે લોકો પોતાની પાસે રહેલ સોનાના દાગીના ઉપર લોન મેળવી રહ્યા છે.અત્યાર સુધી 1 લાખના સોના પર રૂ.75 હજારની લોન મળતી હતી પરંતુ હવે નવા નિયમ લાગુ થતા રૂ.90 હજાર સુધીની લોન મળશે.

 

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે પોલીસી જાહેર કરાઇ હતી.વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરતા માત્ર ગોલ્ડ લોન મળી શકવાની સંભાવના વધારી છે.RBI એ સુધારેલા નિયમમાં જણાવ્યુ છે કે લોકોની આવક ઘટી છે.પ્રત્યક્ષ લોનના બદલે લોકો હવે મોર્ગેજ લોન લેવાનુ પંસદ કરે છે અને સોનાના ઉંચા મૂલ્યને જોતા સેન્ટ્રલ બેંકે સામન્ય નાગરિક,વેપારી ટ્રેડરો અને નાના કારોબારીઓને રાહત આપવા ગીરવે મુકેલ સોનાના દાગીનાઓ માટેનો લોન ટૂ વેલ્યુ રેશિયો 75 ટકાથી વધારીને હવે 90 ટકા કર્યો છે.આ રાહત 31માર્ચ 2021 સુધી લાગુ રહેશે.આ માટે નાવ નિયમોની ગાઇડલાઇનનુ પાલન કરવાનુ રહેશે..