બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કેન્દ્ર સરકારના વટહૂકમથી સહકારી બેંકો રીઝર્વ બેંકના નિયંત્રણમાં, થાપણદારોની ચિંતા થશે મુક્ત...

કોરોના મહામારીને નાથવા અને આર્થિક સંકટમાંથી બહાર આવવા કેન્દ્ર સરકાર મહત્વના નિર્ણયો સાથે અસરકારક પગલાંઓ લઇ રહી છે. તેવા સમયમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં વહીવટી પ્રક્રિયાને સરળ અને સુચારુ બનાવવા માટે પણ મોટા નિર્ણયો લેવાઇ રહ્યાં છે.

કેન્દ્ર સરકારે સહકારી બેંકોના મામલે આવો જ એક ઐતિહાસિક નિર્ણય વટહુકમ દ્વારા લાગુ પાડ્યો છે. દેશની તમામ સહકારી બેંકોને રીઝર્વ બેંકના નિયંત્રણમાં લાવવાનો નિર્ણય વટહૂકમ દ્વારા અમલી કરાવાયો છે. વર્તમાન સમયમાં સંસદનું સત્ર ચાલુ ન હોવાથી કેન્દ્રીય મંત્રીમંડળે વટહૂકમ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપી છે.

અગાઉ કો-ઓપરેટીવ બેંકોના મામલે રીઝર્વ બેંકની ભૂમિકા ઘણી મર્યાદિત હતી. તેમજ દેશમાં ઘણા સમયથી નાણાકીય ગેરવહીવટ અને બેંકોના ફડચામાં જવાના કિસ્સાઓ પણ સામે આવતા રહ્યાં છે. મહારાષ્ટ્રની પીએમસી બેંકના કિસ્સાએ પણ દેશભરના સહકારી બેંકના થાપણદારોને ચિંતામાં મૂકી દીધાં હતાં.સહકારી બેંકોમાં મોટેભાગે નાના અને મધ્યમવર્ગીય લોકોનાં ખાતા હોય છે. એવામાં એમની થાપણોની સુરક્ષા સામે મોટું જોખમ તોળાતું દેખાઇ રહ્યું હતું.

જેને લઇને  પ્રધાનમંત્રીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લઇ આવા થાપણદારોની થાપણને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશની આશરે 1540 જેટલી બેંકો હવે આરબીઆઇના નિયંત્રણમાં આવી જશે. આ બેંકોનું ઓડિટ પણ આરબીઆઇ દ્વારા કરાશે. જેનાથી ઉચાપાત કે ગેરવહીવટના કિસ્સાઓ અટકશે. અને આમ થવાથી સહકારી બેંકો પર થાપણદારોનો વિશ્વાસ વધશે.