બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

RBI ચીન સાથે મળી ડિજિટલ કરન્સી લોન્ચ કરશે.

આરબીઆઈ પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવા માટે તૈયાર છે. આરબીઆઈની ટીમ ડિજિટલ કરન્સી પર કામગીરી કરી રહી છે. જેના માટે આરબીઆઈ ચીન સહિતની અન્ય સેન્ટ્રલ બેન્કો સાથે હાથ મિલાવશે. ચીનમાં ઈલેક્ટ્રોનિક યુઆનની જેમ ભારતમાં ઈલેક્ટ્રોનિક રૂપિયો લોન્ચ થઈ શકે છે.


આગામી થોડા સપ્તાહમાં આ મુદ્દે ગાઈડલાઈન્સ જારી કરાશે તેવી જાહેરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કરી છે. ઉપલબ્ધ ક્રિપ્ટો કરન્સી દેશની નાણાકીય સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. સરકારમાં આ અંગે વિચારણા ચાલી રહી છે અને હું અપેક્ષા રાખું છું કે, વહેલા કે મોડે સરકાર આ સંદર્ભે અભિપ્રાય મગાવશે અને જો જરૂરી હોય તો સંસદમાં પણ ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.


બ્લોકચેઈન ટેક્નોલોજી એક તદ્દન વિરોધાભાસી પદ્ધતિ છે. બ્લોકચેઈન ટેક્નોલોજીના ફાયદાઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તે નાણાકીય સ્થિરતા માટે મોટી સમસ્યારૂપ બની શકે છે. આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. આરબીઆઈએ અગાઉ પણ ડિજિટલ કરન્સીનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકી ભંડોળ પૂરુ પાડવા માટે થતો હોવાથી કહી ચિંતા વ્યક્ત કરી હતી.


સરકાર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા સંસદમાં ટૂંકસમયમાં બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. તેની સામે સત્તાવાર ડિજિટલ કરન્સી માટે ફ્રેમવર્ક ઘડી રહી છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સી મુદ્દે ભારે વાદ વિવાદ અને કાનુની દાવપેચના કારણે મોટાભાગના રોકાણકારો તેને શંકાની નજરે જુએ છે.