એક રહસ્યમય ગુફા, કરોડોનાં મુલ્યનો ખજાનો!! એક અમુલ્ય રત્ન,અને એક મહાયુદ્ધ..વાંચો ભારતની બે મહાગાથાઓ સાથે જોડાયેલી એક ગુફાનું રહસ્ય...
આદી-અનાદી કાળથી પવિત્ર ભારત ભૂમી સમૃદ્ધિનાં શીખરો સર કરતી રહી છે, અવારનવાર આપણને વિવિધ જગ્યાઓથી અત્યંત પ્રાચીન સમયનાં ખજાનાઓ મળવાનાં સમાચાર મળતા રહે છે. અને અનેકો જગ્યાઓ પર રહસ્યમય ખજાનાઓ હોવાની ચર્ચાઓ આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે હું આપને જે વાત કરવાની છું તે એક ખજાનાની અંદર છુપાયેલા ખજાનાની રહસ્યમય વાત છે.
નમસ્કાર વાચક મિત્રો હું છું જ્યેષ્ઠિકા અને આજે આપણે ભારતનાં તાજ અને સુંદરતાનાં ખજાના એવા જમ્મુની માનસ યાત્રા પર જઈશું અને જાણીશું ત્યાંની અત્યંત રહસ્યમય ગુફા અને તેનાં ખજાનાની વાત.
પ્રાચીન કાળથી જમ્મુ-કાશ્મીર આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબજ મહત્વ ધરાવતા સ્થાન છે. આ જગ્યાઓનું વર્ણન શિવપુરાણ,સ્કંદ પુરાણ ,અને અન્ય ઘણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. આજે હું આપને તાવી નદીના કાંઠે વસેલી જમ્મુની રહસ્યમય જામવંત ગુફાઓ અને તેમા છુપાયેલા અમુલ્ય ખજાના વિશે માહિતગાર કરીશ. આ ગુફાઓ કેટલા સમયથી આ ધરા પર છે તેની કોઈ ચોક્કસ માહિતી તો કોઈ પાસે નથી પરંતુ રામાયણ કાળ અને મહાભારત કાળ આ બન્ને સમયમાં અને તેને લગતા સાહિત્યોમાં આ ગુફાઓનો ઉલ્લેખ છે.
જમ્મુની જામવંત ગુફા એટલે કે ‘પીર ખો ગુફા’
જમ્મુ શહેરના પૂર્વી છેડે એક અતિ પ્રાચિન ગુફા મંદિર છે, જે જામવંતની તપોભૂમી હોવાનું મનાય છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ ગુફા ભારત દેશની બહાર પણ ઘણા મંદિરો અને ગુફાઓ સાથે જોડાયેલી છે. અને આ ગુફાનાં પેટાળમાં કદી ન ખુટે તેવો અમુલ્ય ખજાનો છુપાયેલો છે.
એવું માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં આ ગુફામાં જામવંત અને ભગવાન કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું હતું. આ ગુફામાં ઘણાં ઋષીમુનીઓએ આ ગુફામાં આકરી તપશ્ચર્યા કરી અને ત્યારબાદનાં સમયમાં પિરો અને ફકીરોએ આગુફાનો ઉપયોગ પોતાના ધાર્મિક અનુષ્ઠાનો માટે ઉપયોગ કર્યો , જેના કારણે સમય જતા આ ગુફાનું નામ ‘પીર ખો’ પડ્યું. આપને જણાવી દઉ કે ડોગરી ભાષામાં ખોહ એટલે ગુફા.
આ ગુફામાં લડાયું મહા યુદ્ધ
એવું માનવામાં આવે છે કેસતયુગમાં રામ-રાવણના યુદ્ધમાં વ્રિક્ષરાજ જામવંતજી કે જેઓ ભગવાન શ્રીરામની સેનાના સેનાપતિ હતા.તેઓ લંકા યુદ્ધના અંત પછી જ્યારે ભગવાન રામ અયોધ્યા પરત ફરવા લાગ્યા ત્યારે વ્રિક્ષરાજે તેમને કહ્યું, "પ્રભુ, આ સત્યનાં યુદ્ધમાં તમામ લોકોને યુદ્ધ કરવાનો મોકો મળ્યો, પરંતુ મને મારા બાહુબળ બતાવવાની મનષા મારા મનમાંજ રહી ગઈ, મને યુદ્ધ કરવાનો અવસર પ્રાપ્ત ન થય઼ો"
તે સમયે ભગવાન શ્રી રામે જામવંતજીને કહ્યું, તમારી આ મનોકામના દ્વાપર યુગમાં પુર્ણ થશે, જ્યારે હું કૃષ્ણ અવતાર ધારણ કરીશ. ત્યાં સુધી તમે આ સ્થાન પર રહો અને તપસ્યા કરો. ત્યારબાદ જ્યારે ભગવાને શ્રીકૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ગુફામાં જામવંતજી સાથે લડ્યા. આ મહા યુદ્ધ સતત 27 દિવસ સુધી ચાલ્યું. પણ આ યુદ્ધમાં એકેય પક્ષની હાર કે જીત નહોતી થઈ. જામવંત ભગવાન શ્રી રામના કૃષ્ણવતારને જાણી ગયા અને યુદ્ધ જેના માટે થયું તે અમુલ્ય રત્ન(પ્રકાશ મણી) પરત કરી માફી માંગી હતી. જેનો ઉલ્લેખ મહાભારતમાં કૃષ્ણલીલામાં પણ છે.
જામવંત ગુફામાંછે એક રુદ્રાક્ષ શિવલિંગ
જામવંતજીએ આ ગુફામાં શિવનું રુદ્રાક્ષ શિવલિંગ બનાવીને ઘણાં વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ ગુફામાં આજે પણ એક રુદ્રાક્ષ શિવલિંગ સ્થાપિત છે, અને આજે પણ આ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. દુનિયાભરના લોકો આ જામવંત શિવ ગુફાની મુલાકાત લેવા આવે છે, એવું કહેવામાં આવે છે કે ભારતની જામવંત ગુફામાં જે એક રુદ્રાક્ષ શિવલિંગ છે તેવું સમગ્ર વિશ્વમાં બીજું કોઈજ શિવલીંગ નથી.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાજા સત્યજીતે ભગવાન સૂર્યેવની તપશ્ચર્યા કરી, અને ભગવાન ભાસ્કરે પ્રસન્ન થઈ અને રાજા સત્યજીતને એક અમુલ્ય પ્રકાશમણી આપ્યો. પરંતુ રાજાના ભાઈને તે પ્રકાશમણી મેળવવાની લાલચ જાગી અને તે આ મણી ચોરી કરીને જંગલમાં ભાગી ગયો, પરંતુ તે જંગલમાં એક માણસાક્ષી સિંહ નો શીકાર થઈ ગયો, સિંહ રાજાના ભાઈ સાથે ભગવાન સુર્યનાં મણીને પણ ખાઈ ગયો, ત્યારબાદ વ્રિક્ષરાજ જામવંતે સિંહને મારીને પ્રકાશ મણી પ્રાપ્ત કર્યો હતો.
જામવંતે કરાવ્યા ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્ન
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર પ્રકાશમણી ચોરીનો આરોપ લાગ્યો હતો. અને એ આગેલ આરોપ ને દૂર કરવા માટે આ મણી ગોતવા નિક્ળ્યા, અને જામવંત ની ગુફા સુધી પહોચી ગયા. આ સમયે ભગવાન કૃષ્ણ ને ખબર પડી કે આ મણી જામવંત પાસે છે અને મણી માટે બન્ને વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધ નુ પરિણામ એ આવ્યુ કે તેમા કોઈ ની હાર ન થઈ અને જામવંતે ભગવાનકૃષ્ણ ને તે મણી આપી દિધી કારણકે તેઓ જાણી ગયા હતા કે શ્રીકૃષ્ણ ભગવાન શ્રી રામ નો જ અવતાર છે.
પ્રભુ શ્રી રામે જામવંતજી ને આપેલું વચન પુર્ણ કર્યું અને જામવંત સાથે યુદ્ધ કર્યુ. અને તેજ સમયે જામવંતે એક રુદ્રાક્ષ શિવલીંગને સાક્ષી રાખી ભગવાન શ્રી કૃષ્ણનાં લગ્ન પોતાની દિકરી સત્યભામા કરાવ્યા અને દહેજમા પ્રકાશ મણી આપી.
6 હજાર વર્ષથી પણ વધુ જૂનીછે જામવંત ગુફા
આ ગુફાની સૌપ્રથમ જાણ ભગવાન શ્રી શંકરના પ્રખર ભક્ત ગુરૂ ગોરખનાથજીને થઈ હતી, ત્યારબાદ તેમણે પોતાના શિષ્ય જોગી ગરીબનાથને આ ગુફાની સાર સંભાળ રાખવાની જવાબદારી સોંપી હતી. આ ગુફા અંદાજે 6 હજાર વર્ષ પુરાણી હોવાનું મનાય છે, પરંતુ ગુફામાં બંધાયેલ મંદિરનું નિર્માણ 15મી સદીમાં થયું હોવાનું મનાય છે.
આ પવિત્ર સ્થાન પર કઈ રીતે પહોંચવું
મિત્રો જામવંત ગુફા એટલેકે પીર ખો સુધી પહોંચવા માટે આપે જમ્મુ નો મહોલ્લા પીર મીઠાના માર્ગે જવું પડે. જે રસ્તો આપને સીધો જામવંત ગુફા એટલેકે પીર ખો સુધી પહોંચાડશે. આ ગુફામાંદીરની દિવાલો પર અનેક દેવી દેવતાઓના ચિત્રો અંકિત છે, તથા શીવ મંદીર સાથે પટાંગણમાં પીર પુર્ણનાથ અને સિંધીયાની સમાધી છે.
તો મિત્રો આ હતો જમ્મુ સ્થિત જામવંત ગુફાનો રહસ્યમય ઈતિહાસ, આશા કરું છું કે આજનો આ લેખ આપને ગમ્યો હશે, ફરી મળીશું આપણી ભારત ભુમીનાં કોઈ અન્ય ઐતિહાસિક અને રહસ્યમય ધાર્મિક સ્થળની માહિતી અને ઈતિહાસ સાથે..ત્યાં સુધી
જ્યેષ્ઠિકાની કલમથી આપ સૌને જય શ્રીરામ,
જય શ્રીકૃષ્ણ..