શું સ્વસ્થ થયેલા કોરોના દર્દીઓમાં જોવા મળી રહી છે કોરોનાની સાઈડ ઇફેક્ટસ ? જાણો...
કોરોના વાયરસનાં સંક્રમણ અને મોતનાં અંકડાઓમાં કુદકે અને ભૂસકે વધારો નોંધવામાં આવી થઈ રહ્યો છે. કોરોના વોરિયર્સથી લઇને સામાન્ય માણસો અને વૃદ્ધથી માંડીને બાળકો પણ કોરોના વાયરસના અજગરી ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે જે લોકો કોરોના પોઝિટિવની સારવાર લઈને સાજા પણ થયા હોવાની વિગતો વિદિત છે. પરંતુ જે દર્દીઓ દ્વારા કોરોનાને માત આપી સાજા થયા છે, તે લોકોમાં કોરોના વાયરસની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. આવું ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોએ અનેક સર્વે અને પોતાનાં અનુભવો દ્વારા જણાવ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીઓ અનેક દિવસોની સારવાર લઈને સ્વસ્થ થાય છે. પરંતુ કોરોના વાયરસની વેકસીન હજી સુધી શોધાઈ નથી ત્યારે ડોક્ટરો દ્વારા દર્દીને કોરોના વાયરસથી લડવા અને દર્દીઓને જલ્દીથી સાજા કરવા રોગ પ્રતિકારક શકિત વધે તેવી અનેક હાઈ ડોઝની દવાઓ અને ઇન્જેક્શનો આપે છે કે આપવા પડે છે. પરંતુ સારવાર લઈ સાજા થયેલા દર્દીઓમાં આ હાઈ ડોઝની દવાઓ અને ઇન્જેક્શનોનાં કારણે કોરોના વાયરસની સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. જેમાં જલ્દી થાક લાગવો, અશકિતનું વધતું પ્રમાણ, શ્વાસ ચડવો, ઊંઘ ન આવવી, બીપી અસ્થિર રહેવું, ચક્કર આવવા તેમજ ગુસ્સો અવવો, સ્વભાવમાં ચિડચિડ્યા પણું આવવું જેવા અનેક લક્ષણો જોવા મળે છે.
બીજી તરફ વૃદ્ધો અને નાના બાળકો માટે કોરોના વાયરસ અતિ જોખમી સાબિત થયો છે. 61 થી 80 વર્ષના દર્દીઓ જલ્દી કોરોના વાયરસના ભરડામાં આવી જાય છે. જેથી વૃધોમાં અનેક પ્રકારની કોરોના વાયરસની સારવાર લીધા બાદ સાઈડ ઇફેક્ટ જોવા મળી છે. આવા દર્દીઓના એક્સરેમાં સારો સુધારો જોવા મળે છે. પરંતુ સારવાર બાદ તેમનું શરીર ઘણું નબળુ જોવા જોવા મળે છે.
ભારત જ નહીં વિદેશ માં પણ આવી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે. થોડા સમય આગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કોરોના નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના 3 દિવસ બાદ તેમને ફરી વખત એડમિટ કરવા પડ્યા હતા. માત્ર સાઈડ ઇફેક્ટ પરંતુ એક વખત દર્દી નેગેટિવ થઈ ને સાજા થઈ ગયા બાદ બીજી વખત પણ કોરોના ઉથલો મારે છે અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 જેટલા ડોકટર સંક્રમિત થયા હતા.
કોરોના વાયરસથી સારવાર લઈ સાજા થયેલા દર્દીઓને ખાવા - પીવામાં ખાસ તકેદારીઓ રાખવી જોઈએ. માસ્ક હાઇજિંન સોશિયલ ડિસ્ટનનું પણ પાલન કરવું જોઈએ. જો આ તકેદારીઓ નહીં રાખવામાં આવે તો નબળા પડેલા શરીરમાં તેની ગંભીર અસર થાય તેમજ બીજા રોગો થવાની પણ શક્યતાઓ વધી જાય છે. આવા દર્દીઓને કોઈ શારીરિક સમસ્યાઓ થાય તો ડોક્ટરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.