This browser does not support the video element.
હજાર લિટર રેડ વાઇન વહેતી જોઈ આપ પણ ચોકી જશો, જુઓ વીડિયો...
જે લોકો દારૂ પીવાના શોખીન છે, તેઓ હ્રદય કાબુંમાં રાખીને બેસો, કારણ કે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોયા પછી તમને મોટો આંચકો લાગી શકે છે. સારી રેડ વાઇનની બોટલની કિંમત હજારોમાં હોય છે. તેથી, ફક્ત તે લોકો જે રેડ વાઇનની કિંમત જાણે છે જે લોકો તેનું રસપાન શકે છે તે જ તેને સારી રીતે સમજી શકે છે. આ વાયરલ વીડિયોમાં વાઇન જે રીતે પાણીની જેમ વહી રહ્યો છે તે જોઈને ઘણા લોકો દિલ તૂટી રહ્યા છે.
રેડ વાઇનથી ભરેલું વિશાળ કન્ટેનર સ્પેનિશ વાઇનની ફેક્ટરીમાં ફાટી ગયું. ટેન્કર ફૂટતાંની સાથે તેમાં ભરેલો લગભગ 50 હજાર લીટર રેડ વાઇન પાણીની જેમ વહીં ગયો. જોકે, હાલમાં ટેન્કર ફાટવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ વીડિયોને Radio Albacete નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓ 49 સેકંડનો છે. સોશિયલ મીડિયા પર શેર થયા બાદથી અત્યાર સુધીમાં 50 લાખ લોકો તેને જોઈ ચૂક્યા છે.