આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી શરુ થશે જાણો
રાજય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ આગામી તા. ૨૧ ઓકટોબરથી ૯૦ દિવસ દરમિયાન રાજય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કવિન્ટલ (૧૦૦ કિ.ગ્રા.) મગફળી રૂ. ૫૨૭૫/- ના ભાવે ખરીદશે. જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુજબ હશે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા ચાલુ વર્ષના ૭/૧૨ તેમજ ૮-અ નાં ઉતારા તથા પાસબુકની નકલ/કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ કક્ષાએ વી.સી.ઇ. (ગ્રામ પંચાયત કચેરી) એપીએમસી કેન્દ્ર ખાતે તા. ૧/૧૦/૨૦૨૦ થી તા. ૨૦/૧૦/૨૦૨૦ સુધી ખરીદીના ભાગરૂપે ઓનલાઇન રજીસ્ટ્રેશન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે માટે તાલુકાના ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. પ્રતિ હેક્ટર મહત્તમ ખરીદી ૨૫૦૦ કિ.ગ્રા. રહેશે.