રિલાયન્સ રિટેલને મળ્યો ત્રીજો રોકાણકાર, 6598 કરોડનુ નવુ ઈન્વેસ્ટમેન્ટ થયુ.
રિલાયન્સ રિટેલ માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ત્રીજો રોકાણકાર પણ મળી ગયો છે.વૈશ્વિક સ્તરે રોકાણકાર કંપની જનરલ એટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 3675 કરોડ રુપિયાનુ રોકાણ કરશે.
આજે રિલાયન્સ રિટેલ અને જનરલ એટલાન્ટિક દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.આ કરારના ભાગરુપે રિલાયન્સની પ્રી મની ઈક્વિટીનુ મુલ્યાંકન 4.28 લાખ કરોડ રુપિયા આંકવામાં આવ્યુ છે.આ પહેલા જનરલ એટલાન્ટિકાએ રિલાયન્સ જીઓમાં પણ 6598 કરોડ રુપિયાનુ રોકાણ કર્યુ છે.રિલાયન્સ રિટેલમાં પણ હવે આ કંપનીએ રસ બતાવ્યો છે.
રિલાયન્સ રિટેલના દેશમાં લગભગ 12000 જેટલા સ્ટોર છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, હું ખુશ છું કે, જનરલ એટલાન્ટિક સાથે અમારા સબંધ વધઆરે મજબૂત બન્યા છે.જનરલ એટલાન્ટિક પણ રિલાયન્સની જેમ પ્રગતિ અને વિકાસ માટે ડિજિટલ ક્ષમતાઓ પર ભરોસો રાખે છે.જનરલ એટલાન્ટિકના અનુભવનો લાભ લેવા માટે રિલાયન્સ તત્પર છે.