રિલાયન્સ જિયોના સૌથી સસ્તા પ્લાન, જેમાં ગ્રાહકોને થઈ રહ્યો છે આ ફાયદો
ટેલીકોમ માર્કેટમાં રિલાયન્સ જિયોનો દબદબો રહેલો છે. રિલાયન્સ જિયો દ્વારા અવારનવાર નવા પ્લાન લોન્ચ કરવામાં આવે છે. તેવા જ એક સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ દ્વારા અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપનારા 100 રૂપિયાથી ઓછાના 4 રિચાર્જ પ્લાન રહેલા છે. તેમાંથી આ ચાર પ્લાનમાંથી 3 રિચાર્જ પ્લાન જિયો ફોનના રહેલા છે જ્યારે એક રિચાર્જ તેમાંથી અલગ રહેલો છે. તે પ્લાનની વાત કરીએ તો તે 98 રૂપિયાવાળો પ્લાન રહેલો છે. જિયોના આ સસ્તા રિચાર્જ પ્લાનની શરૂઆત 39 રૂપિયાથી શરુ થાય છે અને તે 98 રૂપિયા સુધીમાં સમાપ્ત થાય છે. તો આવો તમને જણાવી દઈએ કે જિયોના 100 રૂપિયાથી ઓછાના પ્લાન ક્યા છે.
39 રૂપિયાનો રિચાર્જ પ્લાન
જિયો ફોન સૌથી સસ્તા રિચાર્જની વાત કરવામાં આવે તો આ સૌથી સસ્તો પ્લાન રહેલો છે. જેની કિંમત 39 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 14 દિવસની હોય છે. જિયોના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો પ્રાપ્ત થાય છે. પ્લાનમાં 1400 MB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
69 રૂપિયા અને 75 રૂપિયાનો રિચાર્જ પ્લાન આ પ્રકાર છે
જિયો ફોનના 69 રૂપિયામાં રિચાર્જ પ્લાનની વાત કરવામાં આવે તો તેમાં તમને 14 દિવસની વેલીડીટી મળી રહી છે. પ્લાનમાં દરરોજ 0.5 GB ડેટા મળી રહ્યો છે. એટલે કે પ્લાનમાં કુલ 7 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જ્યારે 75 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેલી છે. આ પ્લાનમાં કુલ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે બંને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. તેની સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
98 રૂપિયાનો રિચાર્જ પ્લાન
જ્યારે રિલાયન્સ જિયોના 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 14 દિવસ રહેલી છે. જિયોના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળી રહ્યો છે. એટલે કે યૂઝર્સને કુલ 21 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો પ્રાપ્ત થઈ રહ્યો છે. તેની સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. પરંતુ આ પ્લાનમાં SMS સુવિધા આપવામાં આવી રહી નથી.