બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રિલાયન્સે તોડ્યો વધુ એક રેકોર્ડ..બની દેશની નંબર વન કંપની

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડે વધુ એક રેકોર્ડ તોડ્યો છે અને  દેશની નંબર વન કંપની તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.  માર્કેટ કેપિટલની દૃષ્ટિએ રિલાયન્સે દેશની તમામ કંપનીને પાછળ રાખી દીધી છે અને નવો રેકોર્ડ સર્જી દીધો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડની માર્કેટ કેપિટલ રૂ.11.5 લાખ કરોડ ને પાર કરી ગઈ છે. આટલું મોટું માર્કેટ કેપ ધરાવનારી દેશની પહેલા નંબરની કંપની બની છે રિલાયન્સ. સોમવારે શેરબજારના કારોબારમાં રિલાયન્સના શેર અત્યાર સુધીની ઉચ્ચ સપાટીએ રહ્યા. આના પહેલા ગત મહીને પણ રૂ.11 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવનારી દેશની પ્રથમ કંપની રહી હતી. આવો જોઈએ કેવું રહ્યું રિલાયંસના શેયરનું પ્રદર્શન.
 

3.5% થી મજબૂત રહ્યો શેયર 

રિલાયંસના શેયરમાં આજે 3.5% થી વધારેની મજબૂતી રહી. સવારે રિલાયંસનો શેયર રૂ.1787.50 પાછલા દિવસે બંદ થયો તેની સામે રૂ.1801.15 થી ખુલ્યો.કારોબાર દરમિયાન રિલાયંસનો શેયર રૂ.1858 નાં ભાવે ઓલ ટાઈમ હાઈ રહ્યો અને અંતે રૂ.63.90 ના ભાવે 3.57% ની મજબૂતી સાથે રૂ.1851.40 ના ભાવ સાથે બંદ થયો. આ ભાવ સાથે રિલાયંસની માર્કેટ કેપિટલ રૂ.11,73,677.35 કરોડ થઇ છે. 



જીઓ માટે કરેલી ડીલનું કમાલ 

છેલ્લા કેટલાક સમયથી રિલાયંસના શેર્સમાં આવેલી તેજી પાછળ જીઓ પ્લેટફોર્મ માટે એક પછી એક કરેલી ડીલ છે.  રિલાયંસની ડીજીટલ શાખા જીઓ માટે છેલ્લા અઠવાડિયામાં અમેરિકાની ઇન્ટેલ કોર્પોરેશન થઇ. ઇન્ટેલ કંપની જીઓમાં 0.39% ભાગીદારી માટે રૂ.1,894.5 કરોડનું  રોકાણ કરશે.  અત્યાર સુધીમાં વિશ્વના મોટા રોકાણકરો જીઓ પ્લેટફોર્મમાં કુલ 25.09% ની ભાગીદારી માટે રૂ.1,17,588.45 કરોડના રોકાણની ડીલ કરી ચુક્યા છે. ઇન્ટેલ સાથે કરવામાં આવેલી ડીલ 12 મી ડીલ છે. આ પહેલા ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાન્ટીક, KKR, મુબાદલા, આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ, TPG, એલ.કેટરટન, PIF અને ઇન્ટેલ કેપિટલ સાથે ડીલ કરવામાં આવી છે. 



દેવામાંથી મુક્ત થઇ રિલાયંસ 

ગત મહીને રિલાયંસ દેવામાંથી મુક્ત થઇ ગઈ હતી. આની પાછળનું કારણ જીઓ પ્લેટફોર્મ માટે કરવામાં આવેલી ડીલ અને રૂ.50,000 કરોડથી વધુના રાઈટ ઈશ્યુમાં મળેલી સફળતા છે. રિલાયંસના માલિક એશિયાના સૌથી ધનવાન અને અબજોપતિ ઉદ્યોગકાર મુકેશ અંબાણીએ રિલાયંસને 31 માર્ચ 2021 સુધીમાં દેવામાંથી મુક્ત કરાવનું રોકાણકારોને વચન આપ્યું હતું. રિલાયંસ પર 31 માર્ચ 202૦ સુધી રૂ.1,61,035 નું દેવુ હતું.