બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાહતના સમાચાર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના આટલા કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 157 એક્ટિવ કેસ રહેલા છે અને 4 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા પહોંચ્યો છે. તેની સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 8,15,126 પહોંચ્યો છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા થઈ ગયો છે.

તેની સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ કુલ 157 એક્ટિવ કેસ રહેલા છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર અને 153 સ્ટેબલ રહેલા છે. અત્યાર સુધી કોરોનાની સારવાર દરમિયાન 8,15,126 નાગરિકો સાજા થયા છે. તેની સાથે અત્યાર સુધીમાં કોરોના ને કારણે 10080 મોત થયા છે. 

તેમ છતાં આજે કોરોનાને કારણે એક પણ મોત નીપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 3,  દાહોદ 3, , વડોદરા કોર્પોરેશનમાં 3, કચ્છ 2, સુરત કોર્પરેશન 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1 અને સુરતમાંથી ૧ કેસ સામે આવ્યો હતા. આજે 18 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.

જ્યારે ગુજરાતમાં કોરોનાને હરાવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ જોરશોર ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના આંકડા મુજબ 5,45,164 રસીના ડોઝ અપાયા છે. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 45,23,577 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.