બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રિસર્ચઃ વીજળી ઉત્પન્ન કરવામાં હવે 'મરઘી' કરશે મદદ.

જાણીને નવાઈ લાગશે કે એક સામાન્ય મરઘી વીજળી ઉત્પન્ન કરવાના કામમાં આવી શકે છે. રિસર્ચર્સનો દાવો છે કે, મરઘીનો મળ આગ અને વીજ ઉત્પાદનમાં ઇંધણનું કામ કરી શકે છે. રિસર્ચર્સે કહ્યું છે કે, જો મરઘી અને પોલ્ટ્રીમાં ઊછરતાં અન્ય પક્ષીઓના મળની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેનો કોલસાની જગ્યાએ ઇંધણના સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે. તેનાથી હવામાં મળતા ગ્રીનહાઉસ ગેસોમાં ઘટાડો થાય છે અને આ સાથે ઊર્જા ઉત્પન્ન કરવાનો વૈકલ્પિક સ્ત્રોત બની શકે છે.

આ રીતે ઇંધણમાં ફેરવી શકાય મરઘીનો મળ
વાસ્તવમાં મરઘીના મળને ટ્રીટ કરી તેનું બાયોમાસ ઇંધણ બનાવાય છે. આ ઇંધણ વીજ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા 10 ટકા કોલસાની જગ્યા લઈ શકે છે. આ રિસર્ચ ‘એપ્લાઇડ એનર્જી’ નામના એક જર્નલમાં પ્રકાશિત થયું છે.

પર્યાવરણ માટે પણ લાભદાયી
એવું કહેવાય છે કે, બાયોમાસ વિશ્વની અક્ષય ઊર્જાનો 73 ટકા હિસ્સો છે, પરંતુ તેના માટે મોટી સંખ્યામાં ઉગાડવામાં આવતા પાક માટે વધુ જમીન, પાણી અને ખાદની જરૂર પડે છે. આ શોધ સાથે સંકળાયેલા રિસર્ચર્સનું કહેવું છે કે, ‘પોલ્ટ્રીમાંથી નીકળતા મળને ઇંધણ તરીકે તૈયાર કરવું, ઓછાં સંસાધનોનો ઉપયોગ કરી અક્ષય ઊર્જા પેદા કરવી એક સારો વિકલ્પ છે. તે પર્યાવરણની દૃ્ષ્ટિએ પણ લાભકારી છે.’

મળમાંથી બન્યાં બે પ્રકારનાં ઇંધણ
વિજ્ઞાનીઓએ પોલ્ટ્રીમાંથી મળતા આ મળને બે અલગ અલગ ઇંધણના પ્રકાર બનાવ્યા હતા. એક અને બીજું રિસર્ચ બાદ જાણવા મળ્યું કે, બંનેમાંથી હાઈડ્રોચાર એ પ્રકાર છે, જે 24 ટકા વધુ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.